ગુજરાત

શહેરમાં વાહનચોરી કરતી ગેંગ ઝડપાઈ, ચાર મોટરસાઇકલ કબજે

Published

on

સર્વેલન્સ સ્કવોડની મદદથી ભેદ ઉકેલાયો

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલી વાહનચોરીના બનાવોને લઈને પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે. સીટી બી ડીવીઝન પોલીસે સર્વેલન્સ સ્કોર્ડની મદદથી એક કિશોર સહિતના ગેંગને ઝડપી પાડી ચાર મોટરસાયકલ કબજે કર્યા છે.


પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા. 17/10/2024ના રોજ એક યુવકની ફરિયાદ મળી હતી કે તેનું એક્ટિવા મોટરસાયકલ ચોરાઈ ગયું છે. આ બનાવને ગંભીરતાથી લેતા પોલીસે સર્વેલન્સ સ્કોર્ડને સક્રિય કર્યું હતું.


તા. 24/10/2024ના રોજ સર્વેલન્સ સ્કોર્ડના માણસો પેટ્રોલિંગ દરમિયાન વિક્ટોરિયા પુલ પાસે એક શંકાસ્પદ યુવકને એક મોટરસાયકલ સાથે જોયો હતો. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ યુવકે અને તેના સાથીદારોએ મળીને ચાર મોટરસાયકલ ચોરી કરી છે.


પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ યુવકને ઝડપી પાડ્યો અને તેની પાસેથી ચોરી કરેલ એક મોટરસાયકલ કબજે કર્યું. આ યુવકની પૂછપરછમાંથી અન્ય ત્રણ મોટરસાયકલ બાવળની જાડીમાં છુપાવેલ મળી આવ્યા હતા.
પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી છે. આ ઘટનાએ જામનગર શહેરમાં ચોરીના બનાવો અંગે લોકોમાં ભારે ચિંતા વ્યાપી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાની વાહનો અને મિલકતની સુરક્ષા માટે જરૂૂરી સાવચેતી રાખે. આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર પી.પી.ઝા, તથા સર્વેલન્સ સ્કોર્ડના એ.એસ.આઈ રાજેશભાઈ વેગડ, તથા પો.હેડ.કોન્સ ક્રીપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર તથા પો.કોન્સ. સંજયભાઈ પરમાર, કલ્પેશભાઈ અઘારા, જયદીપસિંહ જાડેજા,મયુરરાજસિંહજાડેજા, સાજીદભાઈ બેલીમ, વિપુલભાઈ ગઢવી સહીત પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version