ગુજરાત

વાવ વિધાનસભા પેટા ચૂંટણી: બે કલાકમાં 14.25% વોટિંગ, મતદાન કેન્દ્ર પર લોકોની લાંબી લાઈનો લાગી

Published

on

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. આજે વહેલી સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બે કલાકમાં 14.25% મતદાન થયું છે. વાવના ભાખરી ગામે EVM ખોટવાતા મતદાન પ્રક્રિયા અટકી હતી. જોકે મશીન બદલતા મતદાન પ્રક્રિયા ફરીથી શરૂ થઇ છે

વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી છે. અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે. જોકે, ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવેલા માવજી પટેલે ભાજપ-કોંગ્રેસનું ગણિત બગાડી નાંખ્યું હોય એવું દેખાઈ રહ્યું છે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવિ આજે 3 લાખ 10 હજાર 681 મતદારો EVMમાં સીલ કરશે. વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં 97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો છે. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version