Site icon Gujarat Mirror

વૈભવનું આંધી-તૂફાન, 36 બોલમાં સદી-84 બોલમાં 170 રન

વિજય હજારે ટ્રોફીમાં 14 વર્ષના ટેણિયાએ અનેક રેકોર્ડ તોડયા, 16 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકારી સર્જયુ રનનું રમખાણ

બિહારના જ વિકેટકિપર આયુષ આનંદે 56 બોલમાં 8 છગ્ગા અને 11 ચોગ્ગા સાથે 116 તથા કેપ્ટન સાકિલઉલગનીએ 40 બોલમાં 128 રન ઝુડી કાઢયા

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ વિજય હઝારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે માત્ર 36 બોલમાં સદી ફટકારી દીધી છે. આ સાથે જ વૈભવ લિસ્ટ-અ ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે પાકિસ્તાનના ઝહૂર ઈલાહીનો 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઝહૂર ઈલાહીએ વર્ષ 1986માં વિલ્સ કપ દરમિયાન પાકિસ્તાન ઓટોમોબાઈલ્સ તરફથી રમતા રેલવે સામે લિસ્ટ-અ ક્રિકેટમાં સદી ફટકારી હતી.

તે સમયે તેની ઉંમર માત્ર 15 વર્ષ 209 દિવસ હતી અને તે લિસ્ટ-અ માં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. વૈભવે 226.19ની સ્ટ્રાઈક રેટથી 84 બોલમાં 190 રન ફટકાર્યા. તે માત્ર 10 રનથી ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. તેની આ વિસ્ફોટક ઇનિંગમાં 16 ચોગ્ગા અને 15 છગ્ગા સામેલ હતા.

આ ઉપરાંત બિહારના કેપ્ટન સાકિલ ઉલગનીએ 40 બોલમાં 12 છગ્ગા અને 10 ચોગ્ગા સાથે 128 રન અને વિકેટકીપર આયુષ આનંદે 56 બોલમાં 8 છગ્ગા અને 11 ચોગ્ગા સાથે 116 રન ફટકારતાં બિહારે 574 રનનો જંગી સ્કોર બનાવતાં તે પણ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. સૌથી ઝડપી લિસ્ટ-અ સદી લિસ્ટ-અ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ જેક ફ્રેઝર-મેકગર્કના નામે છે, જેણે માત્ર 29 બોલમાં સદી ફટકારી હતી. ત્યારબાદ એબી ડિવિલિયર્સે 31 બોલમાં સદી ફટકારીને આ પરાક્રમ કર્યું. ભારતની વાત કરીએ તો, પંજાબના અનમોલપ્રીત સિંહે અરુણાચલ પ્રદેશ સામે જ 35 બોલમાં સદી ફટકારી હતી.

જ્યારે હવે બિહારના વૈભવ સૂર્યવંશીએ તે જ ટીમ સામે 36 બોલમાં સેન્ચુરી ફટકારીને આ ખાસ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.વૈભવ બીજો ભારતીય બન્યો ભારતીય બેટર્સે લિસ્ટ-અ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ અનમોલપ્રીત સિંહના નામે છે, જેમણે 2024માં પંજાબ તરફથી અરુણાચલ પ્રદેશ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. તેના પછી બિહારના વૈભવ સૂર્યવંશીએ આજે અરુણાચલ પ્રદેશ સામે 36 બોલમાં સદી ફટકારીને બીજું સ્થાન મેળવ્યું. આ ખાસ યાદીમાં યુસુફ પઠાણ (40 બોલ, 2010), ઉર્વિલ પટેલ (41 બોલ, 2023) અને અભિષેક શર્મા (42 બોલ, 2021) પણ સામેલ છે, જેમણે પોતાની વિસ્ફોટક બેટિંગથી લિસ્ટ-અ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો.

14 વર્ષના વૈભવ સૂર્યવંશી બિહાર માટે વિજય હઝારે ટ્રોફીની પ્લેટ ગ્રુપ મેચમાં રમી રહ્યો છે. આ મેચ અરુણાચલ પ્રદેશ સામે રાંચીના JSCA ઓવલ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. વૈભવે માત્ર 36 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી. તેણે કુલ 84 બોલમાં 190 રન બનાવ્યા હતા. વૈભવ બિહાર ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. તેણે પોતાની આ ઇનિંગમાં 16 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 12મી ઓવરના પહેલા બોલ પર એક રન લઈને પોતાની સદી પૂરી કરી હતી.

ડોમેસ્ટિક વન-ડે મેચને લિસ્ટ-અ કહેવામાં આવે છે. તેમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બંને પ્રકારની વન-ડે મેચનો સમાવેશ થાય છે. ભારતની વિજય હઝારે ટ્રોફીની મેચ પણ ભારતના ડોમેસ્ટિક વન-ડે ક્રિકેટ એટલે કે લિસ્ટ-અમાં ગણાય છે.

50 ઓવરમાં 574 રન બિહારનો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય ઘરેલુ ક્રિકેટમાં એક અકલ્પનીય ઘટના બની છે. બિહાર ક્રિકેટ ટીમે વિજય હજારે ટ્રોફી 2025-26 ની પોતાની પ્રારંભિક મેચમાં જ ઐતિહાસિક પ્રદર્શન કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. રાંચી ખાતે રમાયેલી પ્લેટ ગ્રુપની મેચમાં બિહારે અરુણાચલ પ્રદેશ સામે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 574 રનનો જંગી સ્કોર ખડકી દીધો છે. આ સાથે જ લિસ્ટ-અ ક્રિકેટના લગભગ પાંચ દાયકાના ઈતિહાસમાં આ સૌથી મોટો ટીમ સ્કોર બની ગયો છે. વિકેટ કિપર આયુષ આનંદે 56 બોલમાં 8 છગ્ગા અને 11 ચોકા સાથે 116 તથા કેપ્ટન સાકિબ ઉલગનીએ 32 બોલમાં સદી સાથે 40 બોલમાં 128 રન ઝુડી કાઢયા હતાં. તેણે 12 છગ્ગા અને 10 ચોક્કા ફટકાર્યા હતાં.

બિહારના બેટ્સમેનોએ મેદાનની ચારેય તરફ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી હતી. લિસ્ટ-અ ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમે 550 રનનો આંકડો પાર કર્યો હોય. અગાઉ પણ 500 થી વધુ રનનો સ્કોર નોંધાયો છે, પરંતુ 574 રનનો સ્કોર એક નવો જ સીમાચિહ્ન છે.

રસપ્રદ વાત એ છે કે લિસ્ટ-અ ક્રિકેટમાં જ્યારે પણ 500 થી વધુ રન બન્યા છે, ત્યારે વિરોધી ટીમ તરીકે અરુણાચલ પ્રદેશ જ રહી છે. અગાઉ વર્ષ 2022 માં તમિલનાડુની ટીમે અરુણાચલ પ્રદેશ સામે 505 રન બનાવ્યા હતા. જોકે, હવે બિહારે તે જ ટીમ સામે 574 રન બનાવીને તમિલનાડુનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

Exit mobile version