Sports

મેન્સ અન્ડર-19માં વૈભવ સૂર્યવંશીનું તોફાન, 36 બોલમાં 67 રન ફટકાર્યા

Published

on

એસીસી મેન્સ અંડર-19 એશિયા કપમાં ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. યુએઇમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું હતું. ટીમની જીતમાં સૌથી મોટો ફાળો 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આપ્યો હતો. તેણે માત્ર 36 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 67 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.


પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાના બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા. ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. શ્રીલંકાની ટીમ 46.2 ઓવરમાં 173 રનમાં સમેટાઈ ગઈ હતી. 174 રનના સ્કોરનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂૂઆત શાનદાર રહી હતી. ઓપનર બેટ્સમેન આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશીએ પ્રથમ વિકેટ માટે 91 રન જોડ્યા હતા. આયુષ મ્હાત્રે 9મી ઓવરમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ વૈભવ સૂર્યવંશીએ 10મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ માત્ર 10 ઓવરમાં 100 રન બનાવી લીધા હતા.


આ મેચમાં વૈભવ સૂર્યવંશી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. પરંતુ તે 14મી ઓવરમાં પ્રવીણ મનીષાની ઓવરમાં આઉટ થયો હતો. આ પછી સુકાની મોહમ્મદ અમ્માન અને સિદ્ધાર્થ સીએ બાજી સંભાળી અને ટીમને જીતની ઉંબરે પહોંચાડી હતી. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ એક જ ઓવરમાં 31 રન બનાવ્યા હતા. આ મેચ પહેલા તેણે બીજી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી તેણે બીજા અને ત્રીજા બોલ પર 6 અને 4 રન ફટકાર્યા હતા. જ્યારે ચોથો બોલ દુલનીથ સિગેરાએ વાઈડ ફેંક્યો હતો અને તેમાં પણ વૈભવ સૂર્યવંશીને 5 રન મળ્યા હતા. ચોથા બોલ પર વૈભવને કોઈ રન બનાવી શક્યું ન હતું. પરંતુ વૈભવને 5માં બોલ પર બાય તરીકે 4 રન મળ્યા હતા. તે જ સમયે, તેણે ઓવરના છેલ્લા બોલ પર 6 રન ફટકાર્યા હતા. તેણે શ્રીલંકા સામે 36 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ મેચમાં તેનો સ્ટ્રાઈક રેટ 186 હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version