TIME 100 Next-2026ની યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશીનો સમાવેશ

  15 વર્ષનો વૈભવ સૂર્યવંશી TIME 100 Next 2026“ની યાદીમાં સ્થાન મેળવનારો એકમાત્ર ભારતીય ખેલાડી છે. ઝઈંખઊએ તેને ’ઙવયક્ષજ્ઞળત’ કેટેગરીમાં સામેલ કર્યો છે. ભારતીય ક્રિકેટના…

 

15 વર્ષનો વૈભવ સૂર્યવંશી TIME 100 Next 2026“ની યાદીમાં સ્થાન મેળવનારો એકમાત્ર ભારતીય ખેલાડી છે. ઝઈંખઊએ તેને ’ઙવયક્ષજ્ઞળત’ કેટેગરીમાં સામેલ કર્યો છે. ભારતીય ક્રિકેટના યુવા બેટર વૈભવ સૂર્યવંશીને ટાઇમ મેગેઝિનની TIME 100 Next 2026“ની યાદીમાં સ્થાન મળ્યું છે. વિશ્વનાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી આગવી ઓળખ ઊભી કરી રહેલી 100 પ્રતિભાઓની આ યાદીમાં સ્થાન મેળવનારો વૈભવ એકમાત્ર ભારતીય ખેલાડી અને સૌથી નાની ઉંમરની વ્યક્તિ છે. 15 વર્ષના વૈભવને ’Phenoms’ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ વર્ષે પસંદ કરાયેલા સાત ખેલાડીઓમાં તે એકમાત્ર ક્રિકેટર છે.

તેની સાથે અમેરિકન ફૂટબોલ ખેલાડી આર્ચ મેનિંગ, NBA ખેલાડી ટાયરિસ મેક્સી, ફૂટબોલ ખેલાડીઓ નાઓમી ગિર્મા અને ફોલારિન બાલોગન, ટેનિસ ખેલાડી એલેક્ઝાન્ડ્રા ઈલા તથા બાસ્કેટબોલ ખેલાડી ઓલિવિયા માઇલ્સને પણ સ્થાન મળ્યું છે.વૈભવે પોતાની બીજી IPL સીઝનમાં 16 ઇનિંગ્સમાં 776 રન બનાવ્યા હતા, જેમાં એક સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે તે IPL ની ઑરેન્જ કેપ જીતનારો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. તેણે IPL 2026માં રેકોર્ડ 72 સિક્સર ફટકારી હતી.

સીઝન દરમિયાન તેની સ્ટ્રાઇક-રેટ 237થી વધુ રહી હતી. જૂનમાં કોલંબોમાં શ્રીલંકા-અ સામે ઇન્ડિયા-અ તરફથી રમતાં વૈભવે માત્ર 11 બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. આ સાથે તેણે લિસ્ટ-અ ક્રિકેટમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરીનો વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. વૈભવ ત્યાર બાદ દુલીપ ટ્રોફી જીતનારી ઈસ્ટ ઝોન ટીમનો વાઇસ-કેપ્ટન બન્યો હતો. હાલમાં તે જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. ગયા વર્ષે ભારતીય ક્રિકેટર યશસ્વી જયસવાલને TIME 100 Next 2025માં સ્થાન મળ્યું હતું. એ વર્ષની યાદીમાં સામેલ થનારો તે એકમાત્ર ક્રિકેટર હતો. હવે વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષની ઉંમરે આ યાદીમાં સ્થાન મેળવીને ભારતીય ક્રિકેટની ઊભરતી પેઢીમાં પોતાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત કરી છે.