ગુજરાત
વેકેશનમાં રાહત: શાળા ખુલતાં ફરી E-KYEની કામગીરી કરવા શિક્ષકોને આદેશ
તા.31 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા સૂચના
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ – કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે નિયમ અનુસાર જો રેશનકાર્ડ ધારકો ઇ-કેવાયસી છે. 31 ડિસેમ્બર પહેલા પૂર્ણ નહીં કરે તો તેમને ચોખા અને ખાંડ મળવાનું બંધ થઈ જશે. અત્યારે રાજકોટના 37 લાખ રેશનકાર્ડ મેમ્બર માંથી માત્ર છ લાખ જેટલા જ લોકોએ ઇ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા આવી છે. અન -પુરવઠા સચિવ આજે ટઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ આગામી 31 ડિસેમ્બર સુધીમાં તાત્કાલિક ઇ- કેવાયસીકામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
આજે રાજકોટ સહીત અન-પુરવઠા સચિન દ્વારા રાજ્યભરના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં રાજકોટના ઇન્ચાર્જ કલેક્ટર નવનાથ ગોહાણે, પુરવઠા અધિકારીઓ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં શિક્ષકોને પણ ઇ- કેવાયસી કામગીરી સોપવામાં આવશે તેઓને પણ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે વેકેશન ખુલ્યા બાદ શિક્ષકોને વિદ્યાર્થીઓનું ઇ- કેવાયસી છે. ફરજિયાત પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમજ પુરવઠા વિભાગ દ્વારા શિક્ષકોને લોગીન આઇટીઓ પણ આપી દેવામાં આવી છે.
પુરવઠા વિભાગના મળતી માહિતી અનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં 10 લાખ રેશનકાર્ડ ધારકો છે જેમના સભ્ય 37 લાખથી પણ વધુ થાય છે. જેમાં હાલ છ લાખ જેટલા લોકોના ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલ રાજ્ય સરકારમાંથી સૌથી પહેલા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાટેની ઇ- કેવાયસીની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં ઇ- કેવાયસી માટે લોકો જાગૃત બને તેના માટે પુરવઠા વિભાગ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને અન્ય માધ્યમથી પણ કરવામાં આવશે