Site icon Gujarat Mirror

બાંગ્લાદેશના વિપક્ષી રાજનેતા તારીકને અમેરિકાનું સમર્થન

અત્રક્ષેના વિલ્સન સેન્ટર ફોર એશિયાના ડિરેક્ટર માઈકલ કુગેલમેને આજે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પની વ્યવહારિક વિદેશનીતિમાંથી બાંગ્લાદેશને મુક્ત આપવામાં આવશે નહીં પરંતુ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષના અધ્યક્ષ તારીક રહેમાન ઝિયાને ટ્રમ્પ વૈચારિક રીતે સમર્થન આપે છે.

આગામી એપ્રિલ 2026માં બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ છે. ત્યારે તારીક એહમદ જેવા વિપક્ષી નેતાઓના વિઝન સાથે અમેરિકાને સહયોગી રીતે કામ કરવું ગમશે.

કુલેગમેને કહ્યું કે અત્યારે અમેરિકા પોતાની બાંગ્લાદેશ સંબંધિત વિદેશનીતિના ઘડતર માટે આગામી ચૂંટણીના પરિણામોની રાહ જોશે. તેમણે કહ્યું કે, અત્યારે મોહમદ યુનુસની વચગાળાની સરકાર સાથે અમેરિકી વહીવટી તંત્ર કામ કરે જ છે પરંતુ લાંબાગાળાની નીતિએ નક્કી કરવા માટે બાંગ્લાદેશની નવી સરકાર સ્થપાઈ જાય એની રાહ જોવી ઘટે.

Exit mobile version