શુક્રવારનો દિવસ અમેરિકી સ્ટોક માર્કેટમાં ખરા અર્થમાં બ્લેક ફ્રાઈડે સાબિત થયો હતો. અમેરિકાની મોટા ભાગની ચિપ કંપનીના શેરોમાં ભારે ધોવાણ થતા અમેરિકાની શેર માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો હતો. ડાવ જોન્સ અને નાસ્ડક બંનેમાં મોટા કડાકા બોલી ગયા હતા. અમેરિકાની આઈ શેર સેમી કંડકટર ઇટીએફ, બ્રોડકોમ,માર્વેલ ટેક્નોલોજી તેમજ માઇક્રોન ટેક્નોલોજીના શેરમાં મોટા ગાબડા પડ્યા છે. જેના પગલે નાસ્ડક માં 1121 પોઇન્ટ નો કડાકો બોલી ગયો હતો જે એપ્રિલ 2025 પછી સૌથી મોટો કડાકો છે. ડાઉ જોન્સ માં પણ 695 પોઇન્ટનો તડાકો જોવા મળ્યો હતો.
અમેરિકાની સાથે સપ્તાહના અંતે ચીન,હોંગકોંગ, જાપાન, સાઉથ આફ્રિકા,સાઉથ કોરિયા,જર્મની સહિતના વિશ્વબજાર પણ તૂટી ગયા હતા. અમેરિકા નોકરીની તકો માટેનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા માર્કેટ પટકાયું હતું.
વૈશ્વિક બજારના નબળા સંકેતો અને સ્થાનિક સ્તરે પ્રોફિટ બુકિંગના કારણે આજે ભારતીય કોમોડિટી માર્કેટ માં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સવારના સત્રમાં ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. રાત્રે ચાંદીમાં વધુ કડક બોલી ગયા હતા. એક જ દિવસમાં ચાંદીમાં 17000 અને સોનામાં 4000 નો મોટો કડાકો બોલી ગયો હતો.
વાયદા બજારમાં સોનાનો ભાવ 152550 અને રાજકોટની બજારમાં સોનાનો ભાવ 156560 જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 248000 જોવા મળી રહ્યો છે રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ 256300 જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક આર્થિક પરિબળો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની મજબૂતીના કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. જો કે, લગ્નસરાની સીઝન પહેલા ભાવમાં થઈ રહેલો આ ઘટાડો સામાન્ય ગ્રાહકો અને દાગીના ખરીદવા ઈચ્છતા લોકો માટે મોટી રાહત સમાન સાબિત થઈ શકે છે.
