ગુજરાત

ગીર સોમનાથમાં ભેળસેળિયા વેપારીઓને તાકીદે પકડો

Published

on


જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર ખાતે આવેલ ભવાની એન્ટરપ્રાઈઝ પેઢીની આકસ્મીક તપાસણી દરમ્યાન ભેળસેળ યુકત તેલના જથ્થાનો પેકેઝીંગ કરાતુ હોવાનું ઘ્યાને આવતા આ ભેળસેળ યુકત તેલના કારણે લોકોના સ્વાસ્થ્યને હાની ન પહોંચે તે ઘ્યાને રાખી જિલ્લાની કુલ-11 અલગ-અલગ જગ્યાઓ પર તપાસણી હાથધરી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો.


સીઝ કરાયેલ જથ્થાની ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 ની જોગવાય મુજબ વિગતવાર તપાસ ડેઝીગ્નેટેડ ઓફીસરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગીર સોમનાથ દ્વારા કરવામાં આવેલ, જેના અહેવાલ આધારે (1) સદગુરૂૂ ટ્રેડર્સ-ઉના, (ર) હરેશ પ્રોવીઝન સ્ટોર-દેલવાડા, ઉના (3) ચામુંડા સેલ્સ એજન્સી-ઉના, (4) સંજય એન્ટરપ્રાઈઝ-ઉના, (5) સુમરાણી કીરાણા સ્ટોર-ઉના ખાતેથી રીયુઝડ ડબ્બાઓમાં પેકેઝીંગ થયેલ કુલ-1214 ડબ્બા સીવાયનો નવા ટીન ડબ્બામાં પેકેઝીંગ થયેલ કુલ-2249 ડબ્બાઓ અને બોટલ/પેકેટ/બોક્ષ માંથી મળી આવેલ અંદાજીત રકમ રૂૂા.49,35,861/- નો ખાદ્ય તેલનો જથ્થો તહેવારોની સીઝનને ઘ્યાનમાં રાખી મુકત કરવા આદેશ કરવામાં આવેલ. જયારે નિસર્ગ ટ્રેડીંગ કં.-ઉના તથા ઉકત પેઢીઓ માંથી મળી આવેલ શંકાસ્પદ રી-યુઝડ ટીન ડબ્બા અંગે ધોરણસરના કેસ દાખલ કરવા સુચના આપવામાં આવેલ છે.આ ઉપરાંત ભવાની એન્ટરપ્રાઈઝ-ઉના, કૈલાસ કોટન પ્રા.લી.-ઉના, જગદીશ પ્રોટીન્સ-વેરાવળ તથા સુર્યા શકતી પ્રોટીન્સ-વેરાવળ રી-પેકેટર પેઢીઓ દ્વારા રી-યુઝડ ટીનના ડબ્બાઓમાં ખાદ્ય તેલનું પેકેઝીંગ કરવામાં આવતુ હોવાનું ઘ્યાને આવતા ઉકત પેઢીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006ની જોગવાઇઓ મુજબ ધોરણસરના કેસ દાખલ કરવા ડેઝીગ્નેટેડ ઓફીસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગીર સોમનાથને જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવેલ છે.આ બાબતે માન.કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા નાગરીકોને સંદેશ આપતા જણાવેલ કે, કેટલીક મેન્યુફેકચરીંગ પેઢીઓ દ્વારા રી-યુઝડ ટીનમાં ખાદ્ય તેલનું પેકેઝીંગ કરવામાં આવે છે, જેથી નાગરીકોએ તેલની ખરીદી કરતી વખતે રી-યુઝડ ટીનના ડબ્બામાં મેન્યુફેકચરીંગ થયેલ જથ્થાની ખરીદી ન કરવી જોઈએ, જો કોઈ વિક્રેતા પેઢી આ પ્રકારનું વેચાણ કરતી હોય તો તુરંત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવી જોઈએ, જે વેપારીઓ ખાદ્ય ચીજવસ્તુઓનું ગુણવત્તા યુકત અને નિષ્ઠા પુર્વક ઈમાનદારીથી વેચાણ કરે છે તેઓએ કોઈપણ પ્રકારના ભય વગર વેપાર કરવો જોઈએ અને ભેળસેળ યુકત ખાદ્ય સામગ્રીનુ વેચાણ ન કરવુ જોઈએ જેથી લોકોના સ્વાસ્થ્યને અનુરૂૂ5 ગુણવત્તા યુકત ખાદ્ય સામગ્રી મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version