Site icon Gujarat Mirror

UPSC પરીક્ષા વધુ પારદર્શક બનશે, ઉમેદવારોનો AI ફેસ ટેસ્ટ લેવાશે

 

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન 2026 માં તેની ભરતી પરીક્ષાઓમાં મોટો ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે. બધી UPSC પરીક્ષાઓ પહેલાં અઈં ફેસ ટેસ્ટ લેવામાં આવશે, અને જે પાસ થશે તે જ ભરતી પરીક્ષા આપી શકશે. આ ફેરફાર 2026 થી બધી UPSC પરીક્ષાઓમાં લાગુ કરવામાં આવશે.

UPSC દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે બધી UPSC ભરતી પરીક્ષાઓ પહેલાં બધા ઉમેદવારોનો ફેસ ટેસ્ટ, એટલે કે ફેસ ઓથેન્ટિકેશન કરશે. સરકારી નોકરીઓ માટે તૈયારી કરતા યુવાનો માટે આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. AI ફેસ ઓથેન્ટિકેશન છેતરપિંડી કરનારાઓને પકડવામાં અને પરીક્ષાની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.

10 જાન્યુઆરીના રોજ કમિશન દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર, તમામ UPSC પરીક્ષાઓમાં એઆઈ દ્વારા ઉમેદવારોનું ફેસ ઓથેન્ટિકેશન લાગુ કરવામાં આવશે. આમાં UPSCની સૌથી પ્રતિષ્ઠિત અને મુશ્કેલ પરીક્ષાઓમાંની એક, UPSC NDA પરીક્ષા અને UPSC CDS પરીક્ષાનો સમાવેશ થાય છે.

સરકારી ભરતી પરીક્ષાઓમાં એઆઈ ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ માત્ર નકલી ઉમેદવારોને ઓળખશે નહીં પરંતુ મેન્યુઅલ વેરિફિકેશન કરતાં પણ ઝડપી અને વધુ વિશ્વસનીય છે. આ પરીક્ષામાં છેતરપિંડી અને ડમી ઉમેદવારો (તેમની જગ્યાએ પરીક્ષામાં બેસતા ઉમેદવારો) ના કિસ્સાઓને રોકવામાં 100% મદદ કરશે.

Exit mobile version