Site icon Gujarat Mirror

પાટડીમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ પોસ્ટને પગલે બબાલ

પાટડીમાં ગેનીબેન ઠાકોર પર વિવાદિત પોસ્ટને લઈને કોંગ્રેસ અને ઠાકોર સમાજમાં આક્રોશ છે. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા હલ્લાબોલ સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ કાફલાએ પૂર્વ ખકઅ નૌશાદ સોલંકી સહિતના 30થી વધુ

હાય રે..ભાજપ હાય હાય.. ના નારા પાટડીમાં આંદોલન દરમિયાન, કોંગ્રેસના કાર્યકરો પાટડી ચાર રસ્તે ગાંધીજીના બાવલા પાસે એકત્રિત થયા અને રસ્તા રોકી દીધા. આ દરમિયાન, હાય રે..ભાજપ હાય હાય. અને નસ્ત્રહાય રે…ચિંતન હાય હાય…સ્ત્રસ્ત્રના નારા લગાવવામાં આવ્યા. આ આંદોલનમાં દસાડા લખતરના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમ રબારી, અને પાટડી શહેર કોંગેસ પ્રમુખ સતિષ ચંદારાણા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

વિવાદિત પોસ્ટ મુદ્દે પૂર્વ ધારાસભ્યની ફરિયાદ દસાડાના નવરંગપુરા ગામના ભાજપ અને આર.એસ.એસના કાર્યકર્તા ચિંતન મહેતા દ્વારા બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ગદ્દાર હોવાની પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટને કારણે ઠાકોર સમાજમાં રોષ ફેલાઈ ગયો, અને દસાડા લખતર પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ યુવાન વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવી હતી. રસ્તા રોકો આંદોલનનો આરંભ થયો હતો,

પાટડી પોલીસ દ્વારા આંદોલનને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, વિક્રમભાઈ રબારી અને 30થી વધુ કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ પાટડીમાં રાજકીય તણાવને વધાર્યો છે, અને જો ફરિયાદનો યોગ્ય જવાબ ન મળે, તો નૌશાદ સોલંકીએ વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે.બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર વિરુદ્ધમાં અત્યંત માનહાનિ તેમની તેમજ જુદા જુદા ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાય સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ માન્ય ગેનીબેન ઠાકોર ની સુરક્ષા પણ જોખમાય તે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને પાટડી ભાજપનો આગેવાન દ્વારા ફેસબુક ઉપર અત્યંત વાંધાજનક પોસ્ટ મુકતા પાટડી તાલુકામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઠાકોર સમાજમાં જબરજસ્ત આક્રોશની લાગણી ફેલાઈ છે. આજે દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા લેખિતમાં પાટડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવેલ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો દ્વારા પાટડીના મુખ્ય ચોક ગાંધી ચોકમાં સૂત્રોચ્ચાર અને ભાજપ વિરુદ્ધ જોરદાર નારા બોલાવી કરી રસ્તાને ચક્કાજામ કરી દેવામાં આવેલ. જો આગામી સમયમાં પાટડી પોલીસ સ્ટેશન દ્વારા ઇગજ ની વિવિધ ધારાઓ મુજબ એફઆઇઆર દાખલ કરી આરોપી સામે દાખલા રૂૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો માત્ર દસાડા તાલુકો નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં તીવ્ર આંદોલન ફેલાશે અને નિશ્ચિત સ્વરૂૂપે રાજ્યમાં અરાજક પરિસ્થિતિ ફેલાઈ તથા સુલેહ શાંતિનો ભંગ થાય તેવી પૂર્ણ ભય છે.

Exit mobile version