કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘુસી જતા હોબાળો

વિપક્ષને ડરાવવા અને વ્યૂહનીતિ જાણવા સરકાર જાસૂસી કરતી હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક…

વિપક્ષને ડરાવવા અને વ્યૂહનીતિ જાણવા સરકાર જાસૂસી કરતી હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્ત્વની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રભારીની ખાસ ઉપસ્થિતિમાં ચાલી રહેલી આ બેઠકમાં ઇન્ટેલિજન્સ બ્યુરો (ઈંઇ)ના બે કર્મચારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાને પગલે આકરા પાણીએ થયેલી કોંગ્રેસે ભાજપ સરકાર અને ગૃહ વિભાગ પર આકરા પ્રહારો કર્યા છે. બેઠકમાં બનેલી આ ઘટના બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારની નીતિઓ સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા વિપક્ષી નેતાઓને ડરાવવા અને અમારી વ્યૂહનીતિ જાણવા માટે ભાજપ સરકાર જાસૂસી કરાવી રહી છે. કોંગ્રેસે કટાક્ષ કરતાં જણાવ્યું કે, ’પોલીસે હવે ખાખી વર્દી છોડીને ભાજપનો કેસરી ખેસ જ પહેરી લેવો જોઈએ.’સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી રણનીતિ ઘડવા માટે જે જિલ્લાવાર સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે, તેના પર સરકાર વોચ રાખી રહી છે.

કોંગ્રેસી નેતાઓ કોને મળે છે, તેમની ગતિવિધિઓ શું છે અને આગામી સમયમાં કયા કાર્યક્રમો યોજવાના છે તેની તમામ વિગતો મેળવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

અમારી જાસૂસી મુકીને ગલીએ-ગલીએ દારૂ-ડ્રગ્સ પહોંચ્યું છે તેની ચિંતા કરો
સરકાર પર પ્રહારો કરતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જમાવ્યું હતું કે, ’ગુજરાતમાં કડક દારૂૂબંધીનો કાયદો હોવા છતાં રાજ્યની સરહદોમાંથી દારૂૂના મોટા-મોટા ક્ધટેનરો ખુલ્લેઆમ ઘૂસી રહ્યા છે. દારૂૂ અને ડ્રગ્સ આજે ગામે-ગામ અને ગલીએ-ગલી સુધી પહોંચી ગયા છે, પરંતુ પોલીસને તેની કોઈ ભનક સુધ્ધાં લાગતી નથી. રાજ્યની સુરક્ષા કરવાના બદલે સરકાર, પોલીસ અને આઈબીના અધિકારીઓને કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરોની જાસૂસી કરવા પાછળ દોડાવી રહી છે.’