ગુજરાત
કાલાવડ પંથકમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકનો સફાયો
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રાહત પેકેજ જાહેર કરવા રજૂઆત
કાલાવડ તાલુકામાં તા. 20 ના રોજ કમોસમી વરસાદ પડતા ખેડુતોએ કરેલ મગફળી, કપાસ સહીતના ઉભા પાક તેમજ મગફળીના પથારા પલળી જતા ભારે નુકશાની થવા પામેલ છે ખેડુતોએ કરેલ વાવેતર હવે લણવાનો સમય આવ્યો તેવા સમયે જ કમોસમી વરસાદના લીધે લાખો વિધા ખેતીની જમીનમાં કરેલ વાવેતર સંપુર્ણ નાશ થયેલ હોવાથી ખેડુતો ધ્વારા ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાને ભારે હૈયે રજુઆત કરતા તાકીદે રાજયના કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલને ફરીથી રજુઆત કરીને ખેડુતોના હિતમાં રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવેલ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ કરેલ રજુઆતમાં જણાવવામાં આવ્યુ છે કે,
તાજેતરમાં જામનગર જીલ્લામાં કમોસમી વરસાદ થવાના કારણે ખાસ કરીને કાલાવડ તાલુકામાં તા.12 અને તા. 13 ના રોજ કમોસમી વરસાદના બાદ તા. 20 ના રોજ પડેલ ભારેથી અતિ ભારે વરસાદના કારણે ખેડુતોના ઉભા પાકનો સંપુર્ણ સફાયો બોલી ગયેલ છે, મગફળીની મોસમનું કામ ચાલુ હોય કપાસ, કઠોળ સહિતના પાક પરીપકવ અવસ્થામાં હોય કે ખરુ કરેલ હોય વરસાદનાનું પાણી ઉભા પાકને બાળી નાખેલ છે, ખેડુતોએ મોંધવારીમાં લાખોનો ખર્ચ સાથે તનતોડ મહેનત કરી હોય તેના મોઢામાં આવેલ કળીયો જુટવાય ગયેલ છે.
ત્યારે ખાસ કરીને કાલાવડ,ધ્રોલ જોડીયા, જીવા5ર, ખોખરી, આમરણ ચોવીસી સહીતના વિસ્તારોમાં પાકને થયેલ નુકશાની અંગે ધારાસભ્ય સમક્ષ ખેડુતોએ ભારે હૈયે રજુઆત કરીને ખાસ રાહત પેકેજ આપવા માટે સરકારમાં રજુઆત કરવાની માંગણી કરવામાં આવી હતી ત્યો આ અંગે ધારાસભ્ય ધ્વારા સત્વરે ફરીથી પત્ર લખીને રાજયના કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલને રજુઆત કરીને કાલાવડ સહીતના જયા જયા ઉભા પાકને નુકશાન થયેલ છે તેવા ખેડુતોને સત્વરે વળતર સ્વરૂૂપે રાહત પેકેજ જાહેર કરવા માંગણી કરી છે.