રાજકોટ-દ્વારકા વચ્ચે ચાલશે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને દ્વારકા વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર…

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને દ્વારકા વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેન 10 જૂન, 2026થી એક મહિનાના સમયગાળા માટે સપ્તાહમાં 5 દિવસ સંચાલિત કરવામાં આવશે, જેના કારણે મુસાફરોને વધારાની રેલ સુવિધા ઉપલબ્ધ થશે.

ટ્રેન નંબર 09533 રાજકોટદ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ દર મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે રાજકોટથી રાત્રે 20.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે 01.20 કલાકે દ્વારકા પહોંચશે. આ ટ્રેન 10 જૂન, 2026થી 10 જુલાઈ, 2026 સુધી ચલાવવામાં આવશે.

તે જ રીતે, ટ્રેન નંબર 09534 દ્વારકારાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે દ્વારકાથી વહેલી સવારે 01.50 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 06.25 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 11 જૂન, 2026થી 10 જુલાઈ, 2026 સુધી સંચાલિત કરવામાં આવશે.

આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 11 કોચ રહેશે, જેમાં 9 જનરલ કોચ તથા 2 લગેજ વાન કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રેનોના સમય, ઠેરાવ અને સંચાલનના દિવસોની વિગતવાર માહિતી માટે મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પર જઈ માહિતી મેળવી શકે છે.

 

દ્વારકા અને ભીમરાણા સ્ટેશનો વચ્ચે પુલિયા નિર્માણ કાર્ય માટે બ્લોક લેવાશે
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ દ્વારકા અને ભીમરાણા સ્ટેશનો વચ્ચે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પુલિયા નિર્માણ કાર્ય અંતર્ગત આર.સી.સી. બોક્સ સ્થાપિત કરવાની મહત્વપૂર્ણ આધારભૂત સુવિધા સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના મુજબ, આ બ્લોકને કારણે પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. જેમાં ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ ઓખા એક્સપ્રેસ, જે 10 જૂન, 2026ના રોજ ભાવનગર ટર્મિનસથી પ્રસ્થાન કરશે, તેને દ્વારકા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. તેથી આ ટ્રેન દ્વારકા અને ઓખા સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ, જે 11 જૂન, 2026ના રોજ દ્વારકા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે. તેથી આ ટ્રેન ઓખા અને દ્વારકા સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19252 ઓખાવેરાવળ એક્સપ્રેસ, જે 11 જૂન, 2026ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડેથી રવાના થશે. પશ્ચિમ રેલવે મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી પહેલાં ટ્રેનોના સમયપત્રક તથા સંચાલન સંબંધિત નવીનતમ માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ અથવા ગઝઊજ મારફતે અવશ્ય મેળવી લે.