ગુજરાત

કંડલાના તુણા બંદર નજીકથી હથિયારના ફૂટેલા કારતૂસનો બિનવારસી જથ્થો મળ્યો

Published

on

42 કિલો ફૂટેલા કારતૂસ અને તેના ખોખા પોલીસે જપ્ત કર્યા

કંડલા થી તુણા બંદર તરફ જતા માર્ગ પાસે એક પુલ નીચા હથિયારો નો મોટો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા પૂર્વ કચ્છ પોલીસ ચોંકી ઉઠી હતી. ઘટના સ્થળે પહુંચલે પોલીસ તપાસ કરતા પ્લાસ્ટિક ના કોથળામાં 42 કિલો જેટલો મોટો જથ્થો મળ્યો હતો .સદભગે આ બધા કારતૂસ ,બુલેટ ફૂટેલા હતા .પરંતુ આટલા મોટા પાયામાં જથ્થો ક્યાંથી આવ્યો તે તપાસ નો વિષય બન્યો છે . પૂર્વ કચ્છ એસઓજીએ બાતમીના આધારે કંડલાથી તુણા જતા હાઈવે પર આવેલા પુલ નીચે પાણીમાં ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકના કોથળામાંથી 42 કિલોગ્રામ ફૂટેલાં કારતૂસ અને તેના ખોખાં જપ્ત કર્યાં છે. પીઆઈ ડી.ડી. ઝાલાએ જણાવ્યા પ્રમાણે અઊં 46 અને અઊં 47 જેવા વિવિધ આધુનિક બંદુકો અને મશીનગનમાં વપરાતાં ફૂટેલાં કારતૂસનો જથ્થો છે.

પોલીસનું માનવું છે કે વિદેશથી આયાત થયેલાં સ્ક્રેપમાં આ જથ્થો નીકળ્યો હશે અને પોલીસ કામગીરીથી બચવા માટે કોઈએ કોથળો પુલ નીચે ફેંકી દીધો હશે. ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં એસઓજીએ મીઠીરોહર ઓવરબ્રિજ નીચે આવેલા એક ભંગારવાડામાં દરોડો પાડી યુધગ્રસ્ત વિસ્તારોમાંથી આયાત કરવામાં આવેલા સ્ક્રેપમાંથી આવા ફૂટેલાં કારતૂસનો જથ્થો જપ્ત કર્યો હતો. કંડલા અને મુન્દ્રા બંદરો ખાતે વિદેશ થી મોટા પાયે અલગ અલગ વસ્તુઓ માંગવામાં આવે છે .આ આયાત કરવામાં આવતા સામાનમાં ઘણી વખત આવી શંકાસ્પદ વસ્તુઓ નીકળતા પોલીસ કાર્યવાહી અને પૂછપરછ થી બચવા માટે તેને ફેંકી દેવામાં આવતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version