ગુજરાત
ખંભાળિયા નજીક તળાવમાં ડૂબી જતા અજાણ્યા યુવાનનું મોત
ખંભાળિયાથી આશરે 24 કિલોમીટર દૂર કોટડીયા ગામના વાડી વિસ્તારમાં આવેલા એક તળાવના પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ સાંપળ્યો હતો. આશરે 30 થી 35 વર્ષના અજાણ્યા યુવાનનું કોઈ પણ રીતે તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાની જાણ સ્થાનિક રહીશ કરણાભાઈ ગાગીયાએ ખંભાળિયા પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
બીમારીગ્રસ્ત પ્રૌઢનું મૃત્યુ
દ્વારકામાં વ્રજધામ સોસાયટી વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ નરશીભાઈ ચૌહાણ નામના 57 વર્ષના પ્રૌઢને છેલ્લા કેટલાક વર્ષથી ડાયાબિટીસની બીમારી હોય, તે વચ્ચે તેમની તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્રી હિરલબેને દ્વારકા પોલીસને કરી છે.