Site icon Gujarat Mirror

ઉમરાળીની પરિણીતાને સાસરિયાનો ત્રાસ, પતિ સહિતનાઓ સામે ફરિયાદ

ભાવનગર રોડ ઉપર ગંજીવાડામાં સાસરુ ધરાવતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ માનસિક અને શારીરીક રીતે ત્રાસ આપતા હાલ માતરે આવેલી પરણીતાએ ત્રાસ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગંજીવાડામાં સાસરુ ધરાવતા એન હાલ માવતરે ઉમરાળી ગામે રહેતા વનીતાબેન હિરેનભાઈ રાઠોડે તેમના પતિ હિરેન રામજીભાઈ, સાસુ દિપાબેન રામજીભાઈ, કાકાજી સસરા ભરત પુજાભાઈ, કાકાજી સસરા છગનભાઈ ભરતભાઈ, કાકાજી સાસુ અનિતાબેન ભરતભાઈ સહિતનાઓ સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

વનિતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ તે તેમના માવતરે રહે છે તેમનાલગ્નને 10 વર્ષ થયા છે. તેમને લગ્ન થકી સંતાનના એક પુત્ર છે. તા. 7ના રોજપતિ હિરેન હેરાન કરી ત્રાસ આપતો હતો તેમજ બાકીના સાસરિયાઓ પણ તેમને સાથ આપતા હતા સાસરિયાના અનેપતિનાત્રાસથીકંટાળી પરિણીતા છેલ્લા ચાર વર્ષમાં પાંચવાર માવતરે રિસામણે જતી રહી હતી. ત્યાં સાસરિયાઓ વડીલની હાજરીમાં સમાધાન કરી સાસરે લઈ જતાં ત્યાં થોડા દિવસ સારીરીતે રાખે અને બાદમાં ફરી ત્રાસ આપવાનુ શરૂ કરતા હતા સાસરિયાઓથી કંટાળી ગયેલી પરણીતા માવતરે આવી ગઈ હતી. અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version