ગુજરાત
વિદ્યાર્થીઓની ક્રેડિટ સમયમર્યાદામાં અપલોડ કરવા કોલેજોને UGCની તાકીદ
છાત્રોનું ABC એકાઉન્ટ ખોલવા અને ડેટા અપલોડ કરવા ફરજિયાત
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ્સ (ABC ) અંગે કડક વલણ અપનાવ્યું છે. આ અંતર્ગત તમામ સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓને એબીસી પોર્ટલ પર વિદ્યાર્થીઓની ક્રેડિટ સમયસર અપલોડ કરવાની ચેતવણી આપવામાં આવી છે. સમયમર્યાદા પછી તેઓ ABC ઇકો સિસ્ટમમાં વિદ્યાર્થીઓની ક્રેડિટ અપલોડ કરી શકશે નહીં.
તેની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર સુધી છે.નોંધનીય છે કે, તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે તેમના તમામ વિદ્યાર્થીઓનું ABC એકાઉન્ટ ખોલવું અને તેમાં ડેટા અપલોડ કરવો ફરજિયાત છે. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ચોઈસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ (ઈઇઈજ)ની નવી જોગવાઈઓ હેઠળ, અન્ય સંસ્થામાં ટ્રાન્સફર અથવા એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં નોંધણીના કિસ્સામાં, ABC માં ડેટા સુરક્ષિત રહે છે અને ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય છે.
ABC એ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્રેડિટ સ્ટોર કરવા અને ઓળખવા માટે ઞૠઈ દ્વારા શરૂૂ કરાયેલ ડિજિટલ પ્લેટફોર્મ છે. તેના દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ વિવિધ અભ્યાસક્રમો અને ડિગ્રીઓની ક્રેડિટ ડિજિટલ સ્વરૂૂપમાં સંગ્રહિત કરવામાં આવે છે. જેથી તેઓ ગમે ત્યાં તેમની શૈક્ષણિક લાયકાતનો પુરાવો રજૂ કરી શકે.
આ સાથે ઞૠઈએ સ્પષ્ટતા કરી છે કે વર્ષ 2021 થી 2023નો ડેટા 31 ડિસેમ્બર સુધીમાં અપલોડ કરવાનો રહેશે. આ પછી જૂન 2025 સુધીમાં 2024નો ડેટા અપલોડ કરવો ફરજિયાત રહેશે. આ માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ હાલ તેમની સ્થિતિ જોવી પડશે.