ગુજરાત
લોરેન્સ બિશ્ર્નોઇને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવા UBVSની ઓફર
પત્રમાં શહિદ ભગતસિંહ સાથે સરખામણી કરી
અમદાવાદની સાબરમતી જેલમાં કેદ અને ગેંગસ્ટર તરીકે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી લડવાનું નિમંત્રણ મળ્યું છે.
ઉત્તર ભારતીય વિકાસ સેના (યુબીવીએસ) નામના આ રાજકીય પક્ષનું ચૂંટણીપંચ તેમજ મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચમાં રજિસ્ટ્રેશન થયેલું છે. તેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ શુક્લ છે અને તેમણે લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં પત્ર મોકલીને ચૂંટણી લડવા વિનંતી કરી છે. પત્રમાં બિશ્ર્નોઇની સરખામણી ભગતસિંહ સાથે કરવામાં આવી છે.
સુનિલ શુક્લના જણાવ્યા મુજબ, મુંબઈમાં ચૂંટણી લડવા માટે તેમના પક્ષ ઉત્તર ભારતીય વિકાસ સેનાએ ચાર ઉમેદવારોનાં નામ નક્કી કરી દીધા છે. જો લોરેન્સ બિશ્નોઈ મંજૂરી આપે તો તેની સાથે કુલ 50 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.