ક્રાઇમ
દિલ્હીથી અમદાવાદ આવતી સાત કરોડની રોકડ સાથે બે શખ્સો ઝડપાયા
માવલ ચેકપોસ્ટ ઉપર રોકડ ગણવા મશીનો મગાવવા પડ્યા
બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પાસેની માવલ ચેકપોસ્ટેથી દિલ્હીથી અમદાવાદ લઇ જવાતી 7 કરોડની રોકડ સાથેની કાર પોલીસે ઝડપી લઇ બે શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસને આ હવાલાના રૂપીયા હોવાની શંકાએ તે દિશામાં તપાસ શરૂ કરી છે. દિલ્હીથી એક કારમાં આ રોકડને અમદાવાદ લઈ જવામાં આવી રહી હતી. આ સમયે માવલ ચેકપોસ્ટ પર એક કારને રોકવામાં આવી હતી.
તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં રોકડ રકમ હતી. રોકડ રકમને લઈને કાર ચાલક અને તેની સાથે રહેલા શખ્સને પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.રોકડ રકમનો કોઈ પુરાવો પણ ન બતાવતા પોલીસે રોકડ ભરેલી કારને રિકો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં કેશ કાઉન્ટિંગ મશીનથી રોકડની ગણતરી કરતા સાત કરોડ એક લાખ 999 રૂપિયા હતી.
પોલીસે બંનેની અટકાયત કરીને રોકડ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા. તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ સાથે જ ઈન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.