Site icon Gujarat Mirror

ગોંડલના દાળીયા પાસે રૂા.14.50 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ગોંડલ નાં મુંગાવાવડી થી દાડીયા જવાનાં રસ્તે એસઓજી ટીમે રુ.14,50,150 ની કિંમત નાં ગાંજા સાથે ભાયાવદર નાં બે શખ્સો ને જડપી લઇ ગોંડલ તાલુકા પોલીસ માં ગુન્હો દાખલ કરી સપ્લાયર સહિત ત્રણનાં નામ ખોલ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ એસઓજી પીઆઇ. પારગી પીએસઆઇ ચાવડા તથા સ્ટાફ ગોંડલ વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતો.ત્યારે પો.કોન્સ. નિર્મળસિહ ચુડાસમા ને મળેલી બાતમી નાં આધારે મુંગાવાવડી દાડીયા રોડ પર પસાર થઇ રહેલી જીજે.03 -13ુ 0318 નંબર ની બલેરો પીકઅપ વાન ને અટકાવી તલાશી લેતા તેમાથી 29 કિલો ગાંજા સાથે ઉપલેટા નાં ભાયાવદર હોળીધાર પાસે રહેતા અશરફ ઉર્ફ અપુ રાજુભાઇ પટ્ટા તથા શાહનવાજ રાજુભાઇ પટ્ટા ને જડપી લઇ ગાંજા ઉપરાંત રોકડ રુ.13,760 તથા બે મોબાઇલ તથા બલેરો મળી કુલ રુ.21,73,910 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ ની પુછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો ઉપલેટા રહેતા અસ્ફાક મનસુરભાઇ ખોખર તથા ભાયાવદર રહેતા સમીર દિલાવરભાઇ પટ્ટા એ ઓરિસ્સા નાં સાંબલપુર રહેતા શુશાંતકુમાર લેનકા પાસે થી મંગાવ્યો હોવાની વિગતો મળતા પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version