Site icon Gujarat Mirror

કલ્યાણપુરના પટેલકા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

એલસીબી પોલીસે રૂા.3.43 લાખનો મુદ્દામાલ કબજે લીધો

કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના પુજારા ફળિયા વિસ્તારના મૂળ રહીશ એવા દિનેશ વેસ્તીયા બામનીયા તેમજ મધ્ય પ્રદેશના મૂળ રહીશ એવા નસરીયા તેરસિંહ ભુરીયા નામના બે શખ્સોને એલસીબી પોલીસ દ્વારા રૂૂપિયા 71,280 ની કિંમતની વિદેશી દારૂૂની 270 બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપી શખ્સો પાસેથી પોલીસે રૂૂ. 25,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન તથા રૂૂ. 2.5 લાખની કિંમતની મધ્યપ્રદેશ પાસીંગની એક ઈક્કો મોટરકાર સહિત કુલ રૂૂ. 3,43,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં મધ્યપ્રદેશનો રહીશ ભૂચરસિંહ રાદુ બામનીયા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરની બાતમીના આધારે કરવામાં આવી હતી.

Exit mobile version