ક્રાઇમ

દેવભૂમિ દ્વારકામાં 72 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

Published

on

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિનાઓએ સુચના મુજબ પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સુચાના થઇ આવેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એચ.ભટ્ટનાઓએ જરૂરી માર્ગદર્શન કરી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સમજ કરતા.


જેથી આજરોજ દ્વારકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.એચ.ભટ્ટનાઓની રાહબરી હેઠળ દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમ્યાન પો.હેડ.કેન્સ. રાજદિપસિંહ હરિશ્ર્ચંદ્રસિહ જાડેજા તથા પો.કોન્સ. દિનેશભાઇ ભીમાભાઇ ઘોયલનાઓને સંયુક્ત ખાનગીરાહે હક્કિત મળેલ કે, અમુક ઇસમો ઓટો રિક્ષામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ચોરી છુપીથી અહીં દ્વારકા રેલ્વે સ્ટેશન બાજુ લઇને આવે છે જે હક્કિત આધારે દ્વારકા પો.હેડ.કોન્સ. રાજદિપસિંહ જાડેજાનાઓએ પો.સ્ટાફના માણસોની એક ટીમ તૈયાર કરી (1) ચિરાગભાઇ અરવિંદભાઇ જેઠવા જાતે ખારવા ઉ.વ.27 ધંધો ગેરેજકામ રહે.બીરલા પ્લોટ વંદે માતરમ સોસાયટી દ્વારકા અને વિશાલભાઇ મહેન્દ્રભાઇ મોતીવરસ જાતે ખારવા ઉ.વ.21 ધંધો, ગેરેજકામ રહે.વરવાળા ગામ ખારવા પાડો તા.દ્વારાકા આરોપીને ઝડપી પાડ્યા હતા.


પોલીસે બજાજ કંપનીની ઓટો રિક્ષા જેના એન્જીન નંબર જોતા 24એમબીયુજી 76382 તથા ચેસીસ નંબર જોતા એમડી2એએ24ઝેડઝેડયુડબલ્યુ 662307 કિ.રૂા.50,000, ગોલ્ડ એન્ડ બેલ્ક ડડડ છઞખ ફોર સેલ ઇન ગોવા ઓનલી લખેલ પ્લાસ્ટીકના 750 એમએલની 42.8% વી.વી.વાળી શીલપેક બોટલો નંગ 72 કિ.રૂા.54,000, ગોલ્ડ એન્ડ બેલ્ક ડડડ છઞખ ફોર સેલ ઇન ગોવા ઓનલી લખેલ પ્લાસ્ટીક 180 એમએલના 42.8% વી.વી.વાળી શીલપેક ચપટા કુલ નંગ 70 કિ.રૂા.12600, અને મોબાઇલ ફોન નંગ 2 કિ.રૂા.10000 મળી કુલ મુદ્દામાલ કિ.રૂા.1,26,600નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version