ગુજરાત
મુખ્યમંત્રી કાર્યાલયમાં વધુ બે ઓ.એસ.ડી.ની નિમણૂક
મુખ્યમંત્રી કાર્યાલયમાં બે અધિકારીઓને ઓએસડી તરીકે મુકવામાં આવ્યા છે. જેમાં સામાન્ય વહિવટ વિભાગના નાયબ સચિવ દિપલ હડીયલ OSDતરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ભૂસ્તર અને ખનીજ કમિશ્નરની કચેરીના અધિક સચિવ એચ.પી પટેલની પણ OSDતરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં નિયુક્તિ કરવામાં આવી છે.
સરકારના સંયુક્ત સચિવ રોનક મહેતાએ ઓર્ડર કર્યો હતો જે મુજબ મુખ્યમંત્રીના કાર્યાલય માટે ખાસ ફરજ પરના અધિકારી (કેડર સ્કેલ)ની જગ્યા પર એચ. પી. પટેલ, ગુજરાત વહીવટી સેવા (વર્ગ-1), અધિક નિયામક, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરી, ગાંધીનગરની પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક કરવામાં આવેલ છે. જ્યારે નાયબ સચિવ (સચિવાલય સંવર્ગ કેડર સ્કેલ)ની જગ્યા પર કુ. દિપલ હડીયલ, નાયબ સચિવ, ગુજરાત સચિવાલય સેવા (વર્ગ-1), સામાન્ય વહીવટ વિભાગની પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક કરવામાં આવે છે.