Site icon Gujarat Mirror

બીલખામાં સોલાર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના બે શખ્સોએ 1.5 કરોડની ખંડણી માંગી

બીલખા વિસ્તારમાં ચાલતા એક સોલાર પ્લાન્ટના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના 2 શખ્સે 1.5 કરોડની ખંડણી માંગી કામ બંધ કરાવી જેસીબી ફેરવી દેવાની ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો છે.

બીલખા પોલીસ સ્ટેશન હેઠળના નવાગામ-મોટા અવતડીયાની સીમમાં ચાલી રહેલા માઈક્રો એન્જીનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ LLP ના સોલાર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર રાજેશભાઈ ઉર્ફે ભાવેશ ધનજીભાઈ મકવાણાની ફરિયાદ અનુસાર બીલખાના ઉદય પ્રવીણભાઈ વાંક અને નવી ચાવંડના કરણ બહાદુરભાઈ જેબલીયાએ પ્રોજેક્ટ સ્થળે 25 જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી દરમ્યાન આવીને અવારનવાર કામકાજ બંધ કરાવી દીધું હતું. પ્રોજેક્ટનું મેન્ટેનન્સ અને અન્ય કામો તેમને જ સોંપવામાં આવે એવું દબાણ કર્યું હતું. જ્યારે કોન્ટ્રાક્ટરે બજાર ભાવ કરતા બમણા ભાવ હોવાથી કામ આપવાની ના પાડતા બંને શખ્સે 1.5 કરોડ રૂૂપિયાની ખંડણી માંગી હતી.

તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી સોલાર પ્લાન્ટ પર જેસીબી ફેરવી દેવાની અને રાજેશભાઈને જાનથી મારી નાખવામાં આવશે. ઘટના અંગે ઉપલેટા પાસેના રબારીકા ગામના રાજેશ મકવાણાની ફરિયાદ આધારે બીલખા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Exit mobile version