Site icon Gujarat Mirror

આવાને ગાડીમાં ના બેસાડાય તેમ કહી યુવાન ઉપર બે શખ્સોનો છરીથી હુમલો

ચોટીલામા રહેતા યુવકનુ હાઇવે પર બાઇક સ્લીપ થતા મિત્રને ફોન કર્યો હતો જેથી મિત્ર તેના મિત્રની ગાડી લઇને તેડવા ગયો હતો ત્યારે ગાડી માલીક શખસે આવાને ગાડીમા ના બેસાડાય તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનની સામે રહેતા ફીરોઝ યુસુફભાઇ નામનો રર વર્ષનો યુવાન રાત્રીના બારેક વાગ્યાના અરસામા ચોટીલા હાઇવે પર હતો ત્યારે અબ્દુલ અને હિતેશ નામના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમા ઇજાગ્રસ્ત યુવાન બે ભાઇ અને બે બહેનમા નાનો અને અપરણીત છે. નવાઝનુ બાઇક સ્લીપ થતા તેના મિત્ર વિજયને ફોન કર્યો હતો. જેથી વિજય ઇજાગ્રસ્ત મિત્ર નવાઝને લેવા અબ્દુલની ગાડી લઇને ગયો હતો ત્યારે અબ્દુલ અને હિતેશ નામના બંને શખ્સોએ આવાને ગાડીમા ન બેસાડાય તેમ કહી છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપના પગલે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version