ભાયાવદર નગરપાલિકાના ન્યાય સમિતિના ચેરમેન ઉપર બે શખ્સોનો હુમલો

આવાસ યોજના બાબતે વોટ્સએપમાં મુકેલ સ્ટેટસનો ખાર રાખી માર માર્યો ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકાના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ઉપર ગઈકાલે રાત્રે બે શખ્સો દ્વારા…

આવાસ યોજના બાબતે વોટ્સએપમાં મુકેલ સ્ટેટસનો ખાર રાખી માર માર્યો

ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકાના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ઉપર ગઈકાલે રાત્રે બે શખ્સો દ્વારા હુમલો કરી માર મારતા બે સામે પોલીસ ફરિયાદ થયેલ છે. ઈજાગ્રસ્ત ચેરમેનને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયા છે. આ અંગેની વિગતે પ્રકારની છે કે ભાયાવદર નગરપાલિકાના ન્યાયિક સમિતિના ચેરમેન નીરજભાઈ મકવાણા ઉ વ 33 વાળાને ભાયાવદર ગામે રહેતા ભરત ભીમા ડોડીયા તથા મગન હાજા સોલંકી એક સં પ કરી હુમલો કરતા પ્રથમ ઉપલેટા હોસ્પિટલ ત્યારબાદ જૂનાગઢ હોસ્પિટલ દાખલ કરેલ છે. આ અંગેનું કારણ ફરિયાદી નગરપાલિકાના ન્યાય સમિતિના ચેરમેન હોય સરકાર ના આવાસ યોજના જાહેરાત મોબાઇલમાં મુકેલ અને જણાવેલ કે અમુક લોકો વિરોધ કરતા હોય જેથી આ યોજનાનો લાભ મળતો નથી તેવું સ્ટેટસ મુકેશ જેથી આરોપી હોય હુમલો કરેલ હોવાનું જણાવેલ છે. આ અંગે ભાયાદર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઇ ડોડીયા એ હાથ તરલ છે આરોપીઓ હુમલો કરીને ફરાર થઈ ગયેલો છે