Site icon Gujarat Mirror

વાંકાનેરના સરકડિયા ગામે બનેવીના ડખ્ખામાં વચ્ચે પડેલા સાળા ઉપર બે શખ્સનો હુમલો

વાંકાનેરનાં સરકડીયા ગામે બનેવીના ડખ્ખામાં વચ્ચે પડેલા સાળા ઉપર બે શખ્સોએ ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેર તાલુકાના સરકડીયા ગામે રહેતો ભરત અમરશીભાઈ બાટીયા નામનો 70 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના ઘર પાસે હતો ત્યારે નાનજી અને ચકા નામના શખ્સે ઝઘડો કરી ધારીયા અને ધોકા વડે માર માર્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં હુમલાખોર નાનજી ઈજાગ્રસ્ત ભરત બાટીયાના બનેવી સાથે ઝઘડો કરતો હતો તે દરમિયાન ભરત બાટીયા બનેવીને છોડાવવા વચ્ચે પડયો હતો ત્યારે બન્ને શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version