ગોંડલમાં ત્રણ સ્થળે ચોરી કરનાર સીકલીગર ગેંગના બે સભ્યોની ધરપકડ

લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગોંડલ શહેરમાં થયેલી ઘરફોડ ચોરી અને બે મોટરસાયકલની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે સીકલીગર ગેંગ નાં સુરત અને…

લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગોંડલ શહેરમાં થયેલી ઘરફોડ ચોરી અને બે મોટરસાયકલની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે સીકલીગર ગેંગ નાં સુરત અને વંથલીના બે રીઢા આરોપીઓની ધરપકડ કરી કુલ 3,05,400 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત તારીખ 27/04/2026 ના રોજ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ વ્રજ વાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા રાજદીપભાઈ પટેલના બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો અંદાજે 6,00,000 રૂૂપિયાના સોના-ચાંદીના દાગીના અને 1,00,000 રૂૂપિયાની રોકડની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત, તે જ રાત્રે ગોંડલના આશાપુરા ચોકડી અને રામ હોસ્પિટલ પાછળના વિસ્તારમાંથી બે મોટરસાયકલની પણ ચોરી થઈ હતી.

જે અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ કઈઇ ની ટીમે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ઝાયલો ગાડી GJ-02-AP-0142 ની હાજરી જણાઈ આવતા પોલીસે તપાસ નાં ચક્રોગતિમાન કરી ભીંડી બજાર સુરતના નાનકસિંગ ઉર્ફે કુલદિપસિંગ શીકલીગર અને વંથલીના જશબીરસિંગ શીકલીગરને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ ઝાયલો ગાડી લઈને સુરતથી ગોંડલ આવ્યા હતા અને પહેલા બાઈકની ચોરી કરી ત્યારબાદ તેનો ઉપયોગ ઘરફોડ ચોરીમાં કર્યો હતો.ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે. આરોપી નાનકસિંગ વિરુદ્ધ સુરત અને નવસારીના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 40 જેટલા ગુનાઓ અને પાસાની કાર્યવાહી થયેલ છે. જ્યારે જશબીરસિંગ વિરુદ્ધ પણ સુરત જીલ્લા માં 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસે મહીન્દ્રા ઝાયલો ગાડી, બે મોટરસાયકલ (સ્પ્લેન્ડર અને લીવો), આઇફોન 15 પ્લસ મોડેલનો મોબાઈલ, રોકડ રકમ 5,400 રૂૂપિયા, ચોરીમાં વપરાતા સાધનો ડીસમીસ અને લોખંડનો સળિયા સહિત નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી કઈઇ ઇન્ચાર્જ પી.આઈ. કે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એચ.સી. ગોહીલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.