Site icon Gujarat Mirror

વિરપુર આરડીસી બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર ટોળકીના બે સભ્યો ઝડપાયા

વીરપુર નજીક પીઠડીયા પાસે આવેલ રાજકોટ ડીસ્ટ્રીક્ટ બેંકમાં થયેલ ચોરીના પ્રયાસમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ટોળકીની ઓળખ કરી બે શખ્સો ની ધરપકડ કરી ચોરીમાં સંડોવાયેલા અન્ય ચારની શોધખોળ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ વીરપુર પીઠડીયા ટોલ પ્લાઝા પાસે મેવાસા ગામે આરડીસી બેન્કમાં ચોરીનો પ્રયાસ થયો હતો જે મામલે રાજકોટ ગ્રામ્યએલ.સી.બી.શાખા ના પોલીસ ઇન્સ્પેટકર વી.વી. ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણીની ટીમે પીઠડીયા ટોલ પ્લાઝા પાસે થયેલ ઘરફોડ ચોરી તથા મેવાસા ગામે આરડીસી બેન્કમાં થયેલ ચોરીના પ્રયાસના ટેકનીકલ સોર્સ દ્રારાની મદદથી તપાસ કરતા હતા ગોંડલ, રોમા ટોકીઝ પાછળ રહેતા સદ્દામહુશેન ઉર્ફે સોયબ સલીમભાઈ શેખા અને પીઠડીયા ટોલ પ્લાઝા પાસે. 100 વારીયા પ્લોટમાં રહેતા અશ્વીન શામજીભાઈ ચાવડાનું નામ ખુલ્યું હતું બન્નેની એલસીબીએ ધરપકડ કરી પુછપરછ કરતા જૂનાગઢના કીરીટ અનીલભાઈ સાંગાણી, રોહીત દેવીપુજક, મૌલીક દેવીપુજક, જાહીર કુરેશીનું નામ ખુલ્યું હતું. જે ચારેયની શોધખોળ શરૂૂ કરી છે.

રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ, જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર ની સૂચનથી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહીલ, આર.વી. ભીમાણી, કે.એમ. ચાવડા, પી.એન. ભરવાડ, તથા એ.એસ. આઇ. બાલક્રુષ્ણભાઈ ત્રિવેદી, ભાવેશભાઇ ચાવડા, અનિલભાઇ બળકોદીયા, અરવિંદસિંહ જાડેજા તથા મનીષભાઇ વરૂૂ તથા રમણીકભાઇ મણવર તથા અર્જુનભાઇ ડવેરા, તથા મનદીપસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઇ તથા પો.કોન્સ. ભાવેશભાઈ મકવાણા તથા વીજયભાઈ સીંહાર તથા શક્તિસિંહ જાડેજા તથા નીંકુજભાઇ સુતરીયા તથા ઇશીતભાઇ માણાવદરીયા, તથા શક્તિસિંહ ઝાલા તથા ભરતભાઇ ગમારા તથા ડ્રા.પો.કોન્સ.અબ્દુલભાઈ શેખ, તથા ટેકિનકલ ટીમેં કામગીરી કરી હતી.

Exit mobile version