ગુજરાત
જેતપુરમાં બે વૃદ્ધ મિત્રોનો ઝેરી દવા પી સજોડે આપઘાત
બનાવ સ્થળેથી દવા મિશ્રણ કરેલા કોલ્ડડ્રીંકના બે પ્યાલા મળ્યા
જેતપુર શહેરના પાંચ પીપળા રોડ પર આવેલ રહેણાંક મકાનમાં બે વયોવૃદ્ધ મિત્રો ભેગા મળી કોલ્ડ્રીંક્સમાં ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોક વ્યાપ્યો છે.બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.બનાવની વિગતો પાંચ પીપળા રોડ પર રહેતા વસંતરાય તોલારામ ખુવા(ઉ.વ.64 )તેમજ અમૃત કરશનભાઈ મુરાણી (ઉ.વ.70) બંને વૃદ્ધ મિત્રોએ અગમ્ય કારણોસર ભેગા મળી કોલ્ડ્રીંક્સમાં ઝેરી પ્રવાહી અથવા તો દવા ભેળવી મોતની સોડ તાણી લીધી હતી. જે જગ્યા પર બંને મિત્રોએ એક સાથે આપઘાત કર્યો હતો તે ઘટના સ્થળે બન્ને મિત્રો ખુરશીમાં જ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
તેમજ એક મૃતકના હાથમાં માળા હતી તેમજ ઘટના સ્થળ પર ઓમ ત્રંબકમ યજામહેના મંત્રના જાપ ચાલુ હતા. પોલીસે બંને મિત્રોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયી હતી.જાણકારો કહે છે કે વસંતભાઈ અને અમૃતભાઈ કાયમ સાથે હરતા ફરતા હતા અને મોતનો મારગ પણ સાથે પકડતા અરેરાટી વ્યાપી છે. આ બંનેએ જાતે પગલું ભર્યું છે કે કોઈએ બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી દીધી ? તે શહેર પોલીસ માટે તપાસનો વિષય છે.