કચ્છ
કચ્છમાં ભેંસો ચરાવવા ગયેલા બે પિતરાઈ ભાઈઓનું નદીમાં ડૂબી જતાં કરુણ મોત
ઘરે પરત ન આવતા નદી કિનારે લાકડી અને ચપ્પલ મળી આવ્યા, નદીમાં તપાસ કરતા બન્નેના મૃતદેહ મળ્યા
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! તે ઉકિતને સાર્થક કરતી દુ:ખદ ઘટના માંડવીના ન્યુ મારવાડા વાસમાં બનવા પામી છે. માંડવીથી ત્રણ કીલોમીટરના અંતરે આવેલ ન્યુ મારવાડા વાસમાં રહેતા પિતરાઈ સહોદરના નદીના ઊંડા ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.
સવારે ભેંસોબપોરે ભેંસો ઘરે આવી હતી પરંતુ બન્ને તરુણો પરત ન આવતા પરિવાર સહીતનોઓએ સીમમાં શોધખોળ આદરી હતી.જેમાં રોયલ વિલા સામે ભારાપર નદી કિનારે બન્ને તરુણોની ચપ્પલ અને લાકડી મળી આવ્યા હતા. જેથી પાણી ભરેલા ઊંડા ખાડામાં તરવૈયાઓએ તપાસ કરતા બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.
ઘટનાની જાણ પાલિકા પ્રમુખ હરેશ વિંજોડાંને થતા કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર,નગર સેવક વિજય ગઢવી,લક્ષ્મીબેન મારવાડા, પુર્વ નગર સેવક નરેન સોની, ભુપેન્દ્ર સલાટ, ભીમજી ફુફલ, અરવિંદ ડાભી, કનૈયા ગઢવી,ખુશાલ મૂછડીયા, આસિફ સુમરા અને યાકુબ વાઘેર સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા.
નદીના પટમાં રેતી ચોરીથી મોતની ઘટના વરસાદ પહેલાં નદીના પટ પર ખનીજ માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ રેતી ચોરી કરવામાં આવી હતી.જેના કારણે ઊંડા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.જેમાં ગરકાવ થઇ જવાથી બન્ને તરુણોનો ભોગ લેવાયો છે.