કેશોદના રંગપર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે કૌટૂંબિક પિતરાઇના મોત

કેશોદના રંગપર પાસે અજાણયા રિક્ષા ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઇક સવાર કૌટૂંબિક પિતરાઇ ભાઇના મોત નીપજતા પરિવારમાં…

કેશોદના રંગપર પાસે અજાણયા રિક્ષા ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઇક સવાર કૌટૂંબિક પિતરાઇ ભાઇના મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કેશોદના રંગપર ગામે રહેતા વિનુભાઇ સવજીભાઇ વાઘેલા (ઉ.વ.40) અને કાલવાણી ગામે રહેતા તેના કૌટૂંબિક મામાના દીકરા ભરત ગોરધનભાઇ પરમાર (ઉ.વ.30) સાંજના પાંચેક વાગ્યાના અરસામા બાઇક લઇ રંગપર ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણયા રિક્ષા ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બંને યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા બંને યુવકના મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિનુભાઇ ત્રણભાઇમાં મોટા હતા અને તેમને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. જ્યારે ભરતભાઇ પરમાર ચાર ભાઇમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે.
ભરતભાઇ પરમારના બાઇક પાછળ બેસી વિનુભાઇ કેશોદથી મજૂરી કામ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યુ છે.