ક્રાઇમ
ધ્રોલના લતીપુર નજીકથી દારૂની 33 બોટલ સાથે બે ઝડપાયા
જામનગર જિલ્લા પોલીસ દ્વારા દારૂૂબંધીના કડક અમલ અંગે ચાલી રહેલા અભિયાનમાં ધ્રોલ પોલીસે વધુ એક સફળતા મેળવી છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના લતીપુર ગામ પાસેથી બે આરોપીઓને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ જિલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ જ સંદર્ભમાં ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા વાહન ચેકિંગ અને અન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ હેડ કોન્સટેબલ કલ્પેશભાઇ દલસાણીયા અને પોલીસ કોન્સ્ટેબલ અનીલભાઇ બાબુભાઇ સોઢીયાએ લતીપુર ગામ પાસેથી રાજેશભાઇ નવલસીંહ વસુનીયા અને કેરમા મગનભાઇ વસુનીયા નામના બે શખ્સોને ઇંગ્લીશ દારૂૂની 33 બોટલ સાથે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા બંને આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી છે અને ખેતમજૂરીનું કામ કરતા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ અને પોલીસ કર્મચારીઓ કલ્પેશભાઇ દલસાણીયા, અનીલભાઇ બાબુભાઇ સોઢીયા અને રાજેન્દ્રસિંહ જાડેજાએ સફળતા મેળવી છે.
ધ્રોલ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે અને પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.