ગુજરાત

માળિયા મિયાણામા પ્રોહિબિશનના ગુનાના બે ઈસમોને હદપાર કરાયા

Published

on

છ જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હામા સંડોવાયેલ બે ઈશમોને માળીયા મીંયાણા પોલીસ દ્વારા હદપાર કરવામાં આવ્યા છે.


માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર દેશીદારૂૂમા પકડાયેલ ઈશમ ઈસ્મતઅલી અબ્બાસભાઈ મોવર ઉ.વ.42 રહે માળીયા મીં. હરીપર ગોલાઈ પાસે તા.માળીયા મી. તથા અશોકભાઈ ઉર્ફે માઈકલ માવજીભાઈ રાઠોડ ઉ.વ.37 રહે મોટા ભેલા ગામ તા.માળીયા મીં. જિ.મોરબી વિરુધ્ધ માળીયા મીં. પોલીસ સ્ટેશન દ્વારા હદપારી પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હળવદ નાઓએ હદપારી પ્રપોઝલ મંજુર કરતા મજકુર બન્ને ઈશમોને મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, ભુજ, જામનગર જીલ્લાઓમાંથી છ મહીના માટે માળીયા મીંયાણા પોલીસ દ્વારા હદપાર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version