Site icon Gujarat Mirror

દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર જોડિયાનો શખ્સ ઝડપાયો

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનનાં દારૂનાં ગુનામા છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા શખસને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોરબીમાથી ઝડપી લઇ ક્રાઇમ બ્રાંચને સોપી દીધો હતો.

રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ તરીકે નવનિયુકત થયેલા આઇપીએસ જગદીશ બાંગરવાનાં માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડની ટીમનાં ભાર્ગવસિંહ ઝણકાટ , પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પો.હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહીતભાઇ કછોટ, પો. કોન્સ કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા અને દોલતસિંહ રાઠોડ સહીતનાં સ્ટાફને બાતમી મળી હતી કે ક્રાઇમ બ્રાંચનાં દારુનાં ગુનામા છેલ્લા ચારેક વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર થયેલા જોડીયાનાં પીઠડ ગામનાં વતની બ્રીજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજાને મોરબીથી ઝડપી લીધો હતો. આરોપીને ઝડપાયા બાદ તેને ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હોવાનુ જાણવા મળી રહયુ છે.

Exit mobile version