રાષ્ટ્રીય
ટ્યૂશન શિક્ષક મને કસમયે ઘરે બોલાવી અયોગ્ય રીતે સ્પર્શ કરતા: સાક્ષી મલિક
પૂર્વ રેસલર ઓલિમ્પિક મેડલ વિેજેતા સાક્ષી મલિકની ઓટો બાયોગ્રાફીમાં ઘટસ્ફોટ
પૂર્વ ભારતીય કુસ્તીબાજ સાક્ષી મલિકે પોતાની ઓટો બાયોગ્રાફી પર લખાયેલ પુસ્તક વિટનેસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સાક્ષીએ આ પુસ્તકમાં જણાવ્યું કે કેવી રીતે તેનું પણ યૌન શોષણ થયું હતું.
ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતનાર સાક્ષી મલિક પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા કુસ્તીબાજ છે. સાક્ષી મલિકે હવે પુસ્તક દ્વારા પોતાના જીવનના સંઘર્ષની કહાણી જણાવી છે.
આ પુસ્તકમાં તેણે એક મોટો ખુલાસો કર્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. સાક્ષીએ આ પુસ્તકમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેનું પણ યૌન શોષણ થયું હતું, પરંતુ ડરના કારણે તે કોઈને કહી શકી નહોતી. પરંતુ તેણે વર્ષો પછી પોતાનું મૌન તોડ્યું છે. સાક્ષી મલિકે ખુલાસો કર્યો છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેના ટ્યુશન શિક્ષકે તેનું શોષણ કર્યું હતું. સાક્ષી તેના પરિવારને તેના બાળપણના ટ્યુશન શિક્ષક દ્વારા છેડતી વિશે કહી શકી ન હતી, કારણ કે સાક્ષીને લાગ્યું કે આ તેની જ ભૂલ છે. સાક્ષીએ લખ્યું, હું મારા પરિવારને આ વિશે કહી શકી નહીં, કારણ કે મને લાગ્યું કે આ મારી ભૂલ છે. મારા શાળાના દિવસો દરમિયાન, ટ્યુશન શિક્ષક મને હેરાન કરતા હતા. તે મને કસમયે વર્ગ લેવા માટે તેના ઘરે બોલાવતો અને ક્યારેક મને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતો. મને ટ્યુશન ક્લાસમાં જતા ડર લાગતો હતો, પણ હું મારી માતાને કહી શકી નહીં.
સાક્ષી મલિકે જણાવ્યું હતું કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના ગયા વર્ષે એશિયન ગેમ્સના ટ્રાયલમાંથી બહાર રહેવાના નિર્ણયથી બ્રિજભૂષણ શરણ સિંહ સામેના વિરોધ પ્રદર્શનને અસર થઈ હતી. સાક્ષી આ વિરોધ કરનારા ત્રણ મુખ્ય કુસ્તીબાજોમાંની એક હતી. સાક્ષીએ પોતાના પુસ્તકમાં જણાવ્યું કે જ્યારે બજરંગ અને વિનેશના નજીકના લોકોએ તેમના કાન ભર્યા, ત્યારથી તેમના વિરોધ પ્રદર્શનમાં અસર થવા લાગી. ત્રણેયએ ભારતીય રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ પર તેમના કાર્યકાળ દરમિયાન મહિલા કુસ્તીબાજોનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો અને આ કેસ દિલ્હીની કોર્ટમાં ચાલી રહ્યો છે.