Site icon Gujarat Mirror

અમેરિકાને વિદેશી આક્રમણથી બચાવવા ટ્રમ્પ 175 બિલિયન ડોલરના ખર્ચે ગોલ્ડન ડોમ બનાવશે

મિસાઇલોને ટ્રેક કરી અટકાવવા સેંકડો ઉપગ્રહોનું નેટવર્ક બનાવશે: કેનેડા પણ ભાગીદાર

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે મહત્વાકાંક્ષી ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટની જાહેરાત કરી. જે અમેરિકાને વિદેશી ખતરાથી બચાવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 175 બિલિયન ડોલર થશે. રોઇટર્સના અહેવાલ મુજબ, ચીન અને રશિયા તરફથી ખતરાને રોકવાના હેતુથી આ મહત્વાકાંક્ષી યોજનાનું નેતૃત્વ કરવા માટે સ્પેસ ફોર્સના જનરલની નિમણૂક કરવામાં આવી છે.

જાન્યુઆરીમાં ટ્રમ્પ દ્વારા સૌપ્રથમ આદેશ આપવામાં આવેલ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આવનારી મિસાઇલોને શોધવા, ટ્રેક કરવા અને અટકાવવા માટે, સંભવત: સેંકડો ઉપગ્રહોનું નેટવર્ક બનાવવાનો છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યુએસ સ્પેસ ફોર્સ જનરલ માઈકલ ગુએટલિન આ પ્રયાસ માટે મુખ્ય પ્રોગ્રામ મેનેજર હશે, જેને ટ્રમ્પની લશ્કરી યોજનાનો પાયો માનવામાં આવે છે. ટ્રમ્પે કહ્યું કે ગોલ્ડન ડોમ આપણા વતનનું રક્ષણ કરશે . ટ્રમ્પે કહ્યું કે કેનેડા પણ આ યોજનાનો ભાગ બનવા માંગે છે.
ટ્રમ્પે કહ્યું કે, આ સંરક્ષણ કવચ, જેનો ખર્ચ લગભગ 175 બિલિયન ડોલર થશે. તે જાન્યુઆરી 2029 માં તેમના કાર્યકાળના અંત સુધીમાં કાર્યરત થઈ જવું જોઈએ, પરંતુ ઉદ્યોગ નિષ્ણાતો તે સમયમર્યાદા અને ખર્ચ વિશે ચોક્કસ નહોતા.

અવકાશ-આધારિત મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે રોનાલ્ડ રીગન ઘણા વર્ષો પહેલા એક ઇચ્છતા હતા પરંતુ તેમની પાસે તે ટેકનોલોજી નહોતી. આ સિસ્ટમ, જે સ્ટાર વોર્સ તરીકે જાણીતી છે, તે રીગન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.

ગોલ્ડન ડોમ કાર્યક્રમ રાજકીય ચકાસણી અને ભંડોળની અનિશ્ચિતતા બંનેનો સામનો કરી રહ્યો છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ટોમ કારાકોએ જણાવ્યું હતું કે નવો આંકડો 175 બિલિયન ડોલર છે
તેમણે કહ્યું કે સિલિકોન વેલી અને યુએસ સોફ્ટવેર કુશળતાનો ઉપયોગ કરીને તેમજ હાલની મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓનો ઉપયોગ કરીને પ્રગતિ કરી શકાય છે. આ મહિને, કોંગ્રેસનલ બજેટ ઓફિસે અંદાજ લગાવ્યો હતો કે ગોલ્ડન ડોમનો ખર્ચ બે દાયકામાં 831 બિલિયન ડોલર જેટલો થઈ શકે છે.

ગોલ્ડન ડોમનો વિચાર ઇઝરાયલના જમીન-આધારિત આયર્ન ડોમ સંરક્ષણ કવચથી પ્રેરિત છે, જે તેને મિસાઇલો અને રોકેટથી રક્ષણ આપે છે. જોકે, ટ્રમ્પનો ગોલ્ડન ડોમ વધુ વ્યાપક છે, જેમાં સર્વેલન્સ ઉપગ્રહોની વિશાળ શ્રેણી અને હુમલો ઉપગ્રહોનો એક અલગ કાફલો શામેલ છે જે ટેકઓફ પછી તરત જ આક્રમક મિસાઇલોને તોડી પાડશે.

Exit mobile version