ટ્રમ્પ અલ્લાહના દુશ્મન : હત્યા માટે ઇરાને જાહેર કર્યુ રૂ.225 કરોડનું ઇનામ

ઈરાનના સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઝુંબેશ ઝડપથી ફેલાઈ રહી હોવાના અહેવાલ આવ્યા છે. ઘણા ઈરાની નાગરિકોને મોબાઇલ પર સામૂહિક સંદેશ મળી રહ્યા છે, જેમાં…

ઈરાનના સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઝુંબેશ ઝડપથી ફેલાઈ રહી હોવાના અહેવાલ આવ્યા છે. ઘણા ઈરાની નાગરિકોને મોબાઇલ પર સામૂહિક સંદેશ મળી રહ્યા છે, જેમાં લખ્યું છે કે એક આંતરરાષ્ટ્રીય ઝુંબેશ હેઠળ ટ્રમ્પની હત્યા કરનારને રૂૂપિયા 225 કરોડ જેટલું મોટું ઇનામ આપવામાં આવશે. ટ્રમ્પની હત્યા માટે નાણાં ભેગા કરવા નાગરિકોને ડોનેશન આપવાની અપીલ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીની હત્યા પછી શરૂૂ થઈ હોવાનું કહેવાય છે.

ઈરાનની લોકપ્રિય એપ ‘રુબિકા’ પર “કિલ ટ્રમ્પ” નામની ચેનલ ચાલે છે, જેના 2.3 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ ચેનલમાં ટ્રમ્પની તસવીર પર લાલ લેસર ડોટ દર્શાવવામાં આવ્યો છે. બીજી એપ ‘બેલ’ પર પણ આવી જ એક ચેનલ છે જેમાં 2,000 જેટલા સભ્યો છે. બંને ચેનલો આ ઝુંબેશને સમર્થન આપી રહી છે. આ ઝુંબેશ ઈરાન યુદ્ધ શરૂૂ થાય તે પહેલાં જ ફેબ્રુઆરી 2026માં શરૂૂ થઈ ગઈ હતી.

આ ઝુંબેશ હેઠળ ટ્રમ્પના હત્યારાને આપવા માટે મોટી રકમ એકઠી કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેહરાનની એક સ્વતંત્ર વેબસાઇટ ‘ડિડબાન ઈરાન’ અનુસાર આ ઝુંબેશમાં લગભગ 2,90,000 લોકોએ સમર્થન આપ્યું છે. હત્યારાને કુલ 25 મિલિયન ડોલર (અંદાજે રૂૂ. 225 કરોડ) જેટલી રકમ આપવાની જાહેરાત કરાઈ છે. જોકે, આ રકમ હજુ એકત્ર થઈ નથી, માત્ર વચન જ આપવામાં આવ્યું છે.

2025માં જેરુસલેમ પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે ઈરાની સરકારી મીડિયાના એક ભૂતપૂર્વ કર્મચારી સાથે જોડાયેલા જૂથ ‘બ્લડ કોવેનન્ટ’એ ટ્રમ્પની હત્યા માટે 40 મિલિયન (રૂૂ. 360 કરોડ) એકઠા કર્યા હતા. આ જૂથે અનેક મુલ્લાઓના ફતવા પછી આ ઝુંબેશ શરૂૂ કરી હતી.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે તેમને “Kill Trump” જેવા કોઈ ફતવા કે હુકમની જાણ નથી. તેમણે ટ્રમ્પની હત્યા માટેની ઝુંબેશને ઈરાની સરકાર અથવા ખામેનેઈ સાથે જોડવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ 2020માં ટ્રમ્પના આદેશ પર ઈરાની જનરલ કાસેમ સુલેમાનીની હત્યા કરાઈ હતી. એ પછી ઈરાને ટ્રમ્પની હત્યા માટે પ્રયાસ કર્યો હતો. આ કામ આસિફ મર્ચન્ટ નામની પાકિસ્તાની વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું. ટ્રમ્પની હત્યા કરવામાં એ સફળ થાય તો તેને 1 મિલિયન આપવાની ઓફર કરવામાં આવી હતી.