ટ્રમ્પે આખરે ગ્રીનલેન્ડ હડપ કરી લીધું: ચીન-રશિયા ત્યાં સૈન્ય અડ્ડા રાખી નહીં શકે

રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને અવારનવાર ગ્રીનલેન્ડ પર કબજો કરવા ધમકી આપતા અમેરિકી પ્રમુખે આખરે ધાર્યું કર્યું છે. ડેનમાર્ક સાથેના કરારોની વિગતો જાહેર કરતાં ટ્રમ્પે જણાવ્યું…

રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને અવારનવાર ગ્રીનલેન્ડ પર કબજો કરવા ધમકી આપતા અમેરિકી પ્રમુખે આખરે ધાર્યું કર્યું છે. ડેનમાર્ક સાથેના કરારોની વિગતો જાહેર કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ કરાર વોશિંગ્ટનને ગ્રીનલેન્ડની સુરક્ષા પર ’કાયમી નિયંત્રણ’ આપશે. ગ્રીનલેન્ડ પર અમેરિકાના કાયમી નિયંત્રણ સાથે, ટ્રમ્પ રશિયા અને ચીનને આર્કટિક ક્ષેત્રમાં તેમના પોતાના મથકો સ્થાપતા અટકાવી શકે છે.

’ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરતા ટ્રમ્પે લખ્યું, “મને એ જાહેર કરતા આનંદ થાય છે કે યુનાઇટેડ સ્ટેટ્સે ડેનમાર્ક સામ્રાજ્ય અને ગ્રીનલેન્ડ સાથે કરાર કર્યો છે, જે અમેરિકાને ગ્રીનલેન્ડમાં સુરક્ષા અને અન્ય તમામ જરૂૂરિયાતો પર કાયમી નિયંત્રણ આપે છે.”

અમેરિકાના વિરોધીઓને ચેતવણી આપતા ટ્રમ્પે લખ્યું, “હવે પછી, અમેરિકાનો કોઈ પણ દુશ્મન અમારી સ્પષ્ટ લેખિત મંજૂરી વિના ગ્રીનલેન્ડમાં ક્યારેય મથક સ્થાપી શકશે નહીં, લશ્કરી હાજરી જાળવી શકશે નહીં અથવા સંવેદનશીલ રોકાણ કરી શકશે નહીં. ” ડેનમાર્ક સાથેના કરાર અંગે ટ્રમ્પે લખ્યું, “આ અનંતકાળ માટેનો કરાર છે; તેનો કોઈ અંત નથી!” વોશિંગ્ટન આ ક્ષેત્રમાં તાત્કાલિક નોંધપાત્ર લશ્કરી હાજરી સ્થાપવાનું શરૂૂ કરશે.

જાન્યુઆરી 2025થી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે વ્યૂહાત્મક કારણોસર અમેરિકાએ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાની જરૂૂર છે. વેનેઝુએલા પરના હુમલા બાદ ટ્રમ્પે ગ્રીનલેન્ડ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ – કોપનહેગનના નિયંત્રણ હેઠળનો સ્વાયત્ત પ્રદેશ – બંનેએ અમેરિકા સાથેના કરારનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે તેઓ આવતા અઠવાડિયે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન તેના પર હસ્તાક્ષર કરશે. ટ્રમ્પે ચીન અને રશિયાનો વિરોધ કર્યો.

ટ્રમ્પે વારંવાર ચેતવણી આપી છે કે રશિયા અને ચીન ગરમ થતા આર્કટિકમાં પ્રભુત્વ માટે વ્યૂહાત્મક યુદ્ધ વચ્ચે ગ્રીનલેન્ડમાં પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ કરાર ગેરંટી આપે છે કે ચીન અને રશિયા ગ્રીનલેન્ડમાં બેઝ સ્થાપિત કરી શકશે નહીં અથવા સૈનિકો તૈનાત કરી શકશે નહીં, અને સંવેદનશીલ વિસ્તારોમાં રોકાણ અટકાવવા માટે જરૂૂરી પદ્ધતિઓ અમલમાં છે.”