ગુજરાત
ધુંવાવના ચેકડેમમાં ડૂબી જતાં વેપારીનુ મોત
ત્રણ યુવાનો નાહવા માટે પડ્યયા પછી વેપારી યુવાનનીે તરતા નહી આવડતા ડૂબી ગયા
જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા એક મેમણ વેપારી પોતાના અન્ય મિત્રો સાથે ધુંવાવ ગામે ચેકડેમ માં નાહવા માટે પડ્યા હતા, જયાં ડૂબી જવાથી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જેને અન્ય મિત્રોએ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલાં વેપારી નું મૃત્યુ નિપજ્યું હતું. જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા મુસ્તકીમ મોહમ્મદભાઈ ફુલવાલા નામના 26 વર્ષના મેંમણ વેપારી, કે જેઓ પોતાના અન્ય બે મિત્રો સાથે ધુવાવ ગામ પાસે આવેલા ચેક ડેમમાં ગઈકાલે નહાવા માટે પડ્યા હતા, ત્યાં અચાન ઉંડા પાણીમાં ગરકાવ થયા હોવાથી ડુબવા લાગ્યા હતા.
આ સમયે તેઓની સાથે રહેલા અન્ય બે મિત્રો કે જેઓએ બચાવવા માટેના પ્રયાસ કર્યા હતા, પરંતુ ડૂબી જવાથી તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મહારાજા સોસાયટીમાં રહેતા હુસેનભાઇ રફિકભાઈ મલકા એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પ્રોબેશનલ પી. એસ. આઇ. એ.આર. પરમાર બનાવનાર સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી જામનગર ની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટન કરાવ્યું હતું, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.