ક્રાઇમ
દીવ ફરવા આવેલા પર્યટકોને લૂંટી લેવાયા
દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ યાત્રાધામ પર આવતાં પર્યટકો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી અને નાલીયામાડવી ગ્રામજનો ની મદદથી બોટાદ જિલ્લાના સ્વામિ ગઢડા નાં બે યુવાનો ને ડરાવી ધમકાવી ને ખઢેરા રોડ ઉપર મોડીરાત્રે છરી ની અણીયે લુંટ ચલાવી નાશી છુટેલા દેલવાડા અને ચાચકવડ ગામ નાં બે શખ્શો ને ગણતરીના કલાકોમાં ઊઠાવી લીધાં હતાં તેમની પાસે થી મોબાઇલ તેમજ પૈસા કબ્જે કરી લુંટ નો ભેદ ઊકેલી નાંખતા ચકચાર ફેલાઇ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તારીખ 6 નાં રોજ બપોરના સમયે બોટાદ જિલ્લાના સ્વામી ગઢડા ગામે રહેતા રામભાઈ વાળાભાઈ જોગરાણા તેમજ સ્વામિ ગઢડા નાં ખોપાળા ગામે રહેતા ભરતભાઇ હનુભાઈ સારીયા બન્ને પિતરાઈ ભાઈ ઓ હિરો હોન્ડા બાઈક નંબર જી જે 33 એચ 8884 લઈ દીવ ફરવા આવેલા અને મોડીરાત્રી સુધી ફર્યા બાદ આરામ માટે ગેસ્ટ હાઉસ માં રૂૂમ શોધતાં હતાં પરંતુ ભારે પ્રવાસીઓ ની ભીડ નાં કારણે ભાડાં વધારે હોવાથી એક જગ્યાએ બેસયા હતાં આ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ એ બાઈક પર આવી તેમની સાથે ચર્ચા કરી સસ્તા ભાવે રૂૂમ અપાવી દેવાની લાલચ આપી ગુજરાત ની હદમાં પોતાને એક હોટલમાં રૂૂમ ભાડે રાખી બે જણાં રહેતાં હોય તે રુમમાં પાર્ટનર બની સુઈ જવાનું કહીને ભાગે પૈસા આપી દેવાની વાત કરી એક બીજાં ની બાઈક માં બેસાડીને મોડીરાત્રે નાં સમયે નાલીયા માંડવી ગામ નજીક ખંઢેરા જતાં રોડ પર આવેલી એક હોટલ નજીક અવાવરૂૂ રસ્તે રામભાઈ વાળાભાઈ જોગરાણા તેમજ ભરત હનુ ભાઈ નાં ગળે છરી મુકીને તેની પાસે રહેલાં ત્રણ મોબાઈલ અને પાકીટમાં રહેલાં રૂૂપિયા 11 હજાર ની લુંટ ચલાવી ભરતભાઈ નું બાઈક આગળ થી લઈ જવાનું કહી નાશી છુટયા હતા.
મોડીરાત્રે લુંટ નો ભોગ બનેલાં બંને યુવાનો ગભરાયેલી હાલતમાં દોડતાં નાલીયા માંડવી ગામે આવતાં અને ત્યાં બેઠેલાં ગામ નાં યુવાનો ને જાણ કરાતાં તેણે ધરપત આપી ને તાત્કાલિક નવાબંદર મરીન પોલીસ ને જાણ કરાતાં પી એસ આઇ ઝાલા સહિત નો સ્ટાફ દોડી આવી તપાસ હાથ ધરીને ભરતભાઈ હનુભાઈ સારીયા ની ફરીયાદ નોધી અજાણ્યા બે શખ્શો ની શોધખોળ કરતાં બાઈક લુંટ સ્થળે થી દુર પેટ્રોલ નળી કાઢી નાખેલી હાલતમાં મળી આવ્યું હતું આ રાત્રિના સમયે પર્યટન સ્થળો પર આવતાં પ્રવાસીઓ સાથે બનેલી લુંટ ની ધટના થી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ગીર સોમનાથ જિલ્લા એલસીબી બ્રાન્ચ ની ટીમ પણ આરોપી ને શોધી કાઢવા કામે લાગતાં એલસીબી બ્રાન્ચ નાં સંદીપભાઈ એ પોતાનાં સોસ ની મદદથી આરોપી સુધી હકીકત મેળવી સીસી કેમેરા નાં કુટેજ નાં સહારે આરોપી સુધી ગણતરી ની કલાકો પહોંચી દેલવાડા ગામ નો એક શખ્સ તેમજ ચાચકવડ ગામ નો એક શખ્સ આ લુંટ નાં ગુન્હા માં સંડોવણી હોવાનું બહાર આવતા બન્ને શખ્શો ને પોલીસે ઊઠાવી લીધાં છે અને તેની પાસેથી ત્રણ મોબાઈલ કબ્જે કરીને વધું તપાસ હાથ ધરી છે.
રાત્રીના સમયે દીવમાં દિવાળી સીઝન હોવાથી રહેવા હોટેલ રૂૂમ નહિ મળતાં રૂૂમ આપવાના બહાને બંને યુવકોને અન્ય બાઈક પર આવેલા બે શખ્સોએ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની બહાર ઉના તાલુકાના નાળીયા માંડવી ગામ નજીક ખંઢેરા તરફ જતાં અવાવરું વિસ્તારમાં લઈ જઈ છરીની અણીએ બંને યુવકો પાસેથી ત્રણ મોબાઇલ અને 11 હજાર રોકડની લૂંટ ચલાવી વાસોજ તરફ જતાં રસ્તે લુંટ નો ભોગ બનેલાં યુવાન નું બાઈક છોડી નાશી છુટ્યા હતા આ ધટના બનતાં ની સાથે નવા બંદર મરીન પોલીસને જાણ થતાં રાત્રિના સમયે તપાસ કરીને સીસીટીવીના આધારે પોલીસે બે ઇસમોને ગણતરીની કલાકોમાં જ રાઉન્ડ અપ કરી લેતાં લુંટ નો ભેદ ઉકેલાયો હતો.