Site icon Gujarat Mirror

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વેના કર્મચારીઓને રૂા.1100 જ બોનસ મળતા ટોલ-ગેટ ખોલી નાખ્યા

ઉત્તર પ્રદેશના ફતેહાબાદ ટોલ ટેક્સ કર્મચારીઓએ દિવાળી બોનસ રૂૂ.1100 મળતા નારાજ થઈને ટોલ ગેટ ખોલી નાખ્યા હતા. જેના કારણે ધનતેરસના દિવસે, આગ્રામાં લખનઉ એક્સપ્રેસ વે પરથી હજારો વાહનો ટોલ ચૂકવ્યા વિના પસાર થયા. ટોલ ગેટ ખોલીને, કર્મચારીઓએ ઓછા બોનસ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. જ્યારે તેઓએ તેમના મેનેજર પાસે દિવાળી બોનસ માંગ્યું, ત્યારે મેનેજરે તેમની અવગણના કરી હોવાથી કર્મચારીઓએ આ પગલું ભર્યું.
દિવાળીનો બોનસ ઓછો મળતાં ફતેહાબાદ ટોલ ટેક્સના કર્મચારીઓ નારાજ હતા. તેમણે શનિવારે રાતે ટોલના ગેટ ખોલી નાખ્યાં. આથી ટોલ કંપનીને લગભગ 25 થી 30 લાખ રૂૂપિયાનો નુકસાન થયું છે, કેમ કે લગભગ 2 કલાક સુધી ટોલ ટેક્સના કામમાં વિક્ષેપ પડ્યો હતો. મેનેજરે પહેલાં કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા નહીં. ત્યારબાદ, તેમણે પોલીસના હસ્તક્ષેપથી મામલો થાળે પાડ્યો.

ફતેહાબાદ ટોલ પ્લાઝા શ્રી સૈન એન્ડ દાતાર દ્વારા સંચાલિત છે, જે માર્ચ 2025થી કાર્યરત છે. કંપનીએ કર્મચારીઓને દિવાળી માટે માત્ર રૂૂ.1100 બોનસ આપ્યું હતું. કર્મચારીઓએ કહ્યું કે એક વર્ષની મહેનત પછી આટલું ઓછું બોનસ મળવું અપમાનજનક છે. કંપનીએ માર્ચમાં કોન્ટ્રાક્ટ સંભાળ્યો ત્યારથી અમે ત્યાં કામ કરી રહ્યા છીએ, તો અડધા વર્ષના વિલંબને કારણે તેમને ઓછું બોનસ કેવી રીતે આપી શકાય? કર્મચારીઓ સવારની શિફ્ટ માટે આવતાની સાથે જ તેઓએ વિરોધમાં કામ બંધ કરી દીધું અને દરવાજા ખોલી નાખ્યા. થોડીવારમાં જ લાંબી કતારમાં વાહનો અટક્યા વિના પસાર થવા લાગ્યા. ટોલ બૂથ પર એક પણ ટોલ વસૂલવામાં આવ્યો ન હતો.

Exit mobile version