ગુજરાત

વઢવાણમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કોન્ટ્રાક્ટરે ઝેરી દવા પીધી

Published

on

મહિલા સહિત પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ

વઢવાણમાં રહેતા અને ક્ધસ્ટ્રકશનનું કામ કરતા યુવાને જન્માષ્ટમી પહેલા મજુરોને પૈસા ચુકવવા વિવિધ શખ્સો પાસેથી વ્યાજે રૂૂપીયા લીધા હતા. આ લોકોને નિયમીત વ્યાજ ચુકવવા છતાં તેઓ ઉઘરાણી કરી ધમકી આપતા હોઈ યુવાને કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરના ખાનગી દવાખાને લઈ જવાયા છે.


જિલ્લામાં વ્યાજની બદીએ માઝા મુકી છે. પોલીસ દ્વારા અવારનવાર એક તક પોલીસને કાર્યક્રમ યોજી વ્યાજની બદીને નાથવા પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે વઢવાણના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વઢવાણ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, વઢવાણની શીયાણીની પોળ બહાર આવેલ રામ દરબાર સોસાયટીમાં રહેતા 34 વર્ષીય સંજય જગદીશભાઈ પરમાર બાંધકામના કોન્ટ્રાકટર છે. જન્માષ્ટમી અગાઉ મજુરોને પૈસા ચુકવવાના હોઈ તેઓએ વઢવાણના ભાવનાબેન સંજયભાઈ ચાવડા પાસેથી ઉંચા વ્યાજે નાણા લીધા હતા.

બાદમાં વધુ નાણાની જરૂૂર પડતા વિજય ચાવડા, દેવરાજ ગઢવી, ગજુભાઈ ખેર, અખ્તર વંથલા સહિતનાઓ પાસેથી પણ ઉંચા વ્યાજે નાણા લીધા હતા. સમયસર વ્યાજ ચુકવવા છતાં આ વ્યાજખોરો વ્યાજ અને મુડીની રકમની ઉઘરાણી કરી અપશબ્દો કહી ધમકી આપતા હતા. આથી વ્યાજખોરોના ત્રાસથી તા. 16-10ના રોજ સંજયભાઈ પરમારે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેમાં તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની વઢવાણ પોલીસ મથકે મહિલા સહિત 5 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ વનરાજસીંહ પરમાર ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version