ગુજરાત
પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી પરિણીતાએ દવા પીધી
જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં રહેતી એક યુવતીને તેણીના પતિ સાસુ અને નણંદે ત્રાશ ગુજાર્યો હોવાથી તેઓના ત્રાસથી કંટાળી જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે, જ્યારે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં રહેતી મુનિરાબેન સમીરભાઈ શમા નામની 22 વર્ષની પરણીતાએ ગઈકાલે પોતાના સાસરીયાઓના ત્રાસના કારણે જિંદગીથી તંગ આવી જઈ પોતાના ઘરમાં પડેલી જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનલ પ્રયાસ કર્યો હતો, આથી તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આ બનાવની જાણ થતાં મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મુનિરાબેન નું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણીએ પોતાના પતિ સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે મુનિરાબેનના પતિ સમીર રજાકભાઈ સમા, સાસુ નસીમબેન રજાકભાઈ સમા, અને નણંદ મહેનાઝબેન ઉર્ફે ડીકીબેન સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.