ધોરાજીમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા પકડાયેલ ત્રણ શખ્સો PIT હેઠળ જેલહવાલે

જીલ્લામાં “નશામુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત રાજકોટ ગ્રામ્ય દ્વારા માદક પદાર્થોના વેપાર સાથે જોડાયેલા ધોરાજીના ત્રણ રીઢા ગુનેગારોની PIT NDP Sહેઠળ અટકાયત કરી તેમને રાજ્યની અલગ-અલગ…

જીલ્લામાં “નશામુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત રાજકોટ ગ્રામ્ય દ્વારા માદક પદાર્થોના વેપાર સાથે જોડાયેલા ધોરાજીના ત્રણ રીઢા ગુનેગારોની PIT NDP Sહેઠળ અટકાયત કરી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નાર્કોટીક્સ અને ડ્રગ્સની બદીને જડમૂળથી ઉખેડી નાખવા માટે “NO DRUGS” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ, અગાઉ નશીલા પદાર્થો સાથે પકડાયેલા અને સમાજમાં આર્થિક તેમજ સામાજિક પાયમાલી ફેલાવતા તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય અમલ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. એસ.ઓ.જી. દ્વારા આ શખ્સો વિરુદ્ધ PIT NDPS ની કલમ-3(1) હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. સી.આઈ.ડી. ક્રાઈમના વડા દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપતા આ ત્રણેય આરોપીઓને અટકાયતમાં લઈ જેલ ભેગા કરવાનો હુકમ કરાયો હતો. એસઓજીએ જે ત્રણ શખ્સોની અટકાયત કરી છે, તેઓ તમામ ધોરાજીના રહેવાસી છે. જેમાં રસુલપરાના મોહમદ ઉર્ફે મમલો ગુલામહુસેન શેખ , સુધરાઇ કોલોની, જૂનાગઢ રોડ ઉપર રહેતા સુફીયાનભાઇ સલીમભાઇ શેખ અને આઝાદ સોડા પાસે રહેતા શફી સલીમભાઇ ઢીબને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. પકડાયેલ આરોપીઓ સામે અગાઉ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન અને જે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં માદક પદાર્થોના હેરાફેરીના ગંભીર ગુનાઓમાં નોંધાઈ ચૂક્યા છે.

રાજકોટ રેન્જના આઈજી નિર્લીપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચનાથી એસ.ઓ.જીના પી.આઈ એફ.એ. પારગી, પીએસઆઈ જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, ફિરોજભાઇ બ્લોચ, મયુરભાઇ વિરડા, નૈમીષભાઇ મહેતા, ચંદુભાઇ પલાળીયા, રામદેવસિંહ ઝાલા, વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, નિર્મળસિંહ ચુડાસમા, રધુભાઇ ત્રકટા, કલ્પેશભાઇ કોઠીવાર, નવદિપભાઇ બાબરીયાએ કામગીરી કરી હતી.