ભાણવડ વિસ્તારમાં અહીંના ડીવાયએસપી મીત રુદલાલની સૂચના મુજબ સ્થાનિક પી.આઈ. વી.કે. કોઠીયાની ટીમ દ્વારા ગઈકાલે મંગળવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે નગરનાકાની અંદરના વિસ્તારમાં જાહેરમાં ઓટલા પર બેસી અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા મેઘજી દાના સાગઠીયા, અશરફ હબીબ કથરીયા અને મહેમુદ ગજણ નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂૂપિયા 20,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમ્યાન અતુલ પરબત સોલંકી નામનો શખ્સ નાસી છૂટ્યો હતો. જે અંગે ભાણવડ પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
