Site icon Gujarat Mirror

ગોંડલના વોરાકોટડા ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો લાકડીથી હુમલો

જેતપુરમાં જેક છટકતા યુવાન ટ્રક નીચે દબાઇ જતા સારવારમાં ખસેડાયો

ગોંડલના વોરા કોટડા ગામે રહેતા યુવાન ઉપર ત્રણ શખસોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના વોરા કોટડા ગામે રહેતા રાહુલ રાજુભાઇ કોળી નામનો 20 વર્ષનો યુવાન બપોરના સમયુ પોતાના ઘર પાસે હતો. ત્યારે રાહુલ સહિતના શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ધવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જેતપુરમાં રહેતા જયપાલસિંહ મહેન્દ્રસિંહ પાલી નામનો 35 વર્ષનો યુવાન ટ્રકમાં જેક મારી ટ્રક નીચે કામ કરતો હતો તે દરમિયાન જેક છટકી જતા જયપાલસિંહ પાલી ટ્રક નીચે દબાઇ ગયો હતો. ગંભીર રીતે ધેવાયેલા યુવાનને સારવાર માટે જૂનાગઢ અને રાજકોટ બાદ અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version