Site icon Gujarat Mirror

ચોટીલાના રાજપરા ગામે વાડીએ ચાલવા મામલે યુવાન પર ત્રણનો હુમલો

ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે પડતા યુવાન પર હુમલો કરાયો

ચોટીલાના રાજપરામાં રહેતા જીણાભાઇ સોમાભાઇ સરવૈયા (ઉ.40) નામના યુવાન પર તેમના જ ગામના ઉકા, જયસુખ અને અંકુરે ધોકાથી માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે. આ મામલે સિવિલ હોસ્પીટલ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું કે જીણાભાઇ સરવૈયા ખેતીકામ કરે છે. ભત્રીજા સુરેશ ગેલા (ઉ.વ.20)ને ઉકા સહીતનાઓએ વાડીમાંથી કેમ ચાલે છે કહી તેમને પકડયો હતો. બાદમાં તેમણે કાકા જીણાભાઇને ફોન કરી બોલાવતા ત્યારબાદ જીણાભાઇ સમજાવવા જતા તેમના પર ધોકા વડે હુમલો કરાયો હતો. આ અંગે નાની મોલડી પોલીસે તપાસ શરૂ કરી છે.

Exit mobile version