બધિર મંડળના ત્રણ સભ્યો 13મા ઓલ ગુજરાત એથ્લેટિક્સમાં ઝળક્યા

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-અમદાવાદ દ્વારા યોજાયેલ ગત તા.10 થી 12 સપ્ટેમ્બરના રોજ 13મો તમામ ગુજરાત એથ્લેટિક્સમાં બધિર મંડળ રાજકોટના ત્રણ સભ્યોએ ઉજ્જવળ દેખાવ કરી એક…

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-અમદાવાદ દ્વારા યોજાયેલ ગત તા.10 થી 12 સપ્ટેમ્બરના રોજ 13મો તમામ ગુજરાત એથ્લેટિક્સમાં બધિર મંડળ રાજકોટના ત્રણ સભ્યોએ ઉજ્જવળ દેખાવ કરી એક સુવર્ણ અને બે રજત ચંદ્રક મેળવી સંસ્થાની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યુ છે. નોંધનીય છે કે મંડળના સભ્યો છેલ્લા તેર વર્ષથી સતત આવો જ ભવ્ય દેખાવ કરી વિજેતા બની રહ્યા છે.

ગુજરાતભરના મૂકબધિરોના ઉત્કર્ષના હેતુ સાથે સ્થપાયેલી બધિર મંડળ રાજકોટ સંસ્થા શારીરિક પડકારોનો સામનો કરી રહેલ યુવાનોને પ્રોત્સાહિત કરી સહાય કરવાનું કામ કરે છે બધિર મંડળ દર વર્ષે અનેકવિધ સામાજિક, શૈક્ષણિક તેમજ વ્યવસાય લક્ષી માર્ગદર્શનની પ્રવૃત્તિઓનું આયોજન કરી શ્રવણ શક્તિથી વંચિત રહેલ યુવાનો માટે નોર્મલ યુવાનોની સમાંતર ઊભા રહી શકાય તેવું પ્લેટફોર્મ પુરું પાડે છે જે અન્વયે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના ત્રણ સભ્યોએ ટૂર્નામેન્ટ ઓફ ધ ડેફ યજમાનમાં ઝળહળતો દેખાવ કર્યો છે. જેમાં નીતા વિમલભાઈ રાઠોડ (શોટ પુટ અને ડિસ્ક્સ થાઉ બીજા) રાહુલ કમલેશભાઈ માણેક (શોટ પુટ-ત્રીજા), તેજલ રણછોડભાઇ સરૈયા (બચ્છી ફેંક-ત્રીજા) સર્વેને સન્માનપત્રો પણ એનાયત કરાયા હતા.

રાજકોટ વીર એેકેડમીના હોલમાં યોજાયેલ સમારોહમાં વિજેતાઓને બિરદાવતા સંસ્થામાં આદ્યસ્થાપક તેમજ પ્રમુખ (રમતગમત) મહિપાલ સિંહ ચુડાસમા, અને મંત્રી (રમતગમત) કમલેશ રોકડ, જીજ્ઞેશ ટાંકે કહ્યું હતું કે મૂકબધિર યુવાનોએ આવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઇ અન્ય બોલી, સાંભળી, જોઇ શકતા યુવાનો માટે આદર્શ સ્થાપી બહુમાન કરવામાં આવ્યું હતું.